ભારતે ફરી એક વાર ચીન પર ડિજિટલ સ્ટ્રાઇક કરી કરી છે. ભારત સરકારે ફરી એક વાર 47 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાડયો છે. ભારત સરકારે આ અગાઉ 59 એપ્સ બેન કરી દીધી હતી જેમાં ઘણી પોપ્યુલર એપ્સનો સમાવેશ થાય છે.જેમાં ટીકટોક, વી ચૈટ, હેલોથી માંડીને અલી બાબા અને યુસી ન્યૂઝ, બ્રાઉઝર પણ શામેલ છે.

આ એપ્સ તો પહેલા બેન કરાયેલા એપ્સના ક્લોન તરીકે કામ કરતી હતી.આ એપ્સ પર યુઝર્સના ડેટાને જોખમ હોવાનો આરોપ છે. 250 ચીની એપ્સની નેશનલ સિક્યૂરિટી વાયોલેશનને લઈને તપાસ કરવામાં આવી શકે છે. સૂત્રો મુજબ ચીની એપ્સની નવી લીસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને તેમાં કેટલીક ટોપ ગેમિંગ એપ્સ પણ શામેલ છે.

આગામી લીસ્ટ આવ્યા પછી ભારતમાં ઘણી પોપ્યૂલર ચીની ગેમ્સ પણ બેન થઈ જાય.જેમાં પબ્જી અને અલી એક્સપ્રેસ જેવી પોપ્યુલર એપ્સ પણ શામેલ છે. ભારતમાં આ એપ્સના કરોડો યૂઝર્સ છે. રિપોર્ટ મુજબ આ એપ્સ ચીન સાથે કથિત રીતે ડેટા શેર કરી રહી છે અને આ કારણે સરકારી એજન્સીઓ તેનો રિવ્યૂ કરી રહી છે. હાલ સરકાર તરફથી નવી એપ્સ બેનને લઈને કોઈ સ્ટેટમેન્ટ જાહેર થયું નથી.

ભારતે ચીની એપ્સ વિરુદ્ધ કાર્યવાહી ગલવાન ખીણમાં ચીની સૈનિકો અને ભારતીય સૈનિકો વચ્ચે થયેલ ઝડપ બાદ શરૂ કરી હતી. જણાવી દઈએ કે હાલ આ અંગે ગૃહ મંત્રાલય દ્વારા કંઈ કહેવામાં આવ્યું નથી. અધિકારીએ વધુમાં જણાવ્યું કે અમુક એપ્સ તો રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી હોવની જાણ થઈ છે. જ્યારે અમુક એપ્સ ડેટા શેયરિંગ અને ગોપનિયતાના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.