મોબાઈલમાં ગેમના રવાડે ચડેલો 13 વર્ષનો છોકરો આવું લખીને ફંદા પર ઝૂલ્યો હતો, માતા-પિતા જીવનમભર અફસોસ કરશે

માતાના મોબાઈલની આ બાબતે ઠપકો આપ્યો તો 13 વર્ષના કિશોરે ફાંસો ખાઈ લીધો : સુસાઈડ નોટમાં લખ્યું- કે મમ્મી તમે રડતા નહિ કારણકે

દેશભરમાં છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાના ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે. કેટલાક છોકરાઓ કોઇક વાતે લાગી આવતા જીવન ટૂંકાવી લેતા હોય છે. હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 13 વર્ષના છોકરાએ ફ્રી ફાયર ગેમમાં 40 હજાર રૂપિયા ગુમાવી દીધા અને તે વાતે તેની માતાએ તેને ઠપકો આપ્યો હતો. આને કારણે તેણે ફાંસો ખાઇ લીધો. તેણે અંતિમ નોટ પણ લખી હતી. જેમાં તેણે લખ્યુ હતુ કે, આઇ એમ સોરી માં, રડતા નહિ.

જ્યારે માતાએ 13 વર્ષના એકમાત્ર પુત્રને ઓનલાઈન ગેમ્સમાં પૈસા ખર્ચવા બદલ ઠપકો આપ્યો તો તેણે ગળે ફાસો ખાઇ આપઘાત કરી લીધો. સ્થળ પરથી એક અંતિમ નોટ મળી આવી હતી. કિશોરે ફ્રી ફાયર રમતી વખતે 40 હજાર રૂપિયા ગુમાવવાનું આ અંતિમ નોટમાં લખ્યું હતુ. સાથે જ લખ્યું છે – મને માફ કરજો મા, રડતા નહીં. આ મામલો મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાનો છે. વિવેક પાંડે તેની પત્ની પ્રીતિ પાંડે, પુત્ર ક્રિષ્ના અને પુત્રી સાથે સાગર રોડ પર રહે છે. વિવેક પેથોલોજી ઓપરેટર છે, જ્યારે પ્રીતિ જિલ્લા હોસ્પિટલમાં છે.

ક્રિષ્ના છઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી હતો. પિતા શુક્રવારે બપોરે 3 વાગ્યે પેથોલોજી પર હતા, જ્યારે પ્રીતિ હોસ્પિટલમાં હતી. આ દરમિયાન માતાને મોબાઈલ પર મેસેજ આવ્યો કે એકાઉન્ટમાંથી 1500 રૂપિયા કપાઈ ગયા. માતાએ પુત્રને ફોન કર્યો અને પૂછ્યુ આ પૈસા કેમ કપાયા. તો દીકરાએ કહ્યું, ઓનલાઈન ગેમ્સને કારણે કપાયા. નારાજગી વ્યક્ત કરતાં, માતાએ તેને ઠપકો આપ્યો.

આ પછી ક્રિષ્ના રૂમમાં ગયો અને દરવાજો અંદરથી લોક કર્યો. ઘરમાં હાજર મોટી બહેને થોડીવાર પછી દરવાજો ખટખટાવ્યો, પરંતુ કોઈ જવાબ ન મળ્યો. પુત્રીએ પિતાને આ અંગે જણાવ્યું હતું. માતા-પિતા તરત જ ઘરે પહોંચી ગયા. તેમણે દરવાજો તોડીને જોયું તો ક્રિષ્ના અંદર ફાંસી પર લટકતો હતો.

પ્રતિકાત્મક તસવીર

છેલ્લા કેટલાક દિવસોથી ક્રિષ્ના પાંડે ઓનલાઈન ગેમ ફ્રી ફાયરનો શિકાર બની ગયો હતો. આ પહેલા તેણે ઘણી વખત પૈસા ગુમાવ્યા હતા. મોત બાદ ક્રિષ્ના પાસેથી એક નોટ મળી આવી હતી. આ નોટ અંગ્રેજીમાં લખેલી હતી. જેમાં ફ્રી ફાયર ગેમમાં અંદાજે 40 હજાર રૂપિયા ગુમાવ્યા હોવાનો ખુલાસો થયો. તેઆ નોટમાં તેણે માતા-પિતાની માફી પણ માંગી હતી.

Shah Jina