આંખના પલકારે જ ટ્રાફિકની અંદર બાઈક સવારની બેગમાંથી 40 લાખ રૂપિયા લઈને રફુચક્કર થઇ ગયા ચોર, આજુબાજુ વાળાને પણ ખબર ના પડી… જુઓ વીડિયો
ગુજરાત સમેત દેશભરમાં ચોરીના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે. ઘણા કિસ્સાઓમાં તો ચોર એવા શાતીર હોય છે કે ધોળા દિવસે તમારા ખિસ્સામાંથી કે બેગમાંથી તમારો સામાન સેરવી લે તેની ખબર પણ ના પડે. પરંતુ કહેવાય છે ને કે ચોરી ગમે તેટલો શાતીર કેમ ના હોય પરંતુ ઉપરવાળો બધું જ જોવે છે. ઉપરવાળો એટલે ભગવાન નહિ CCTV કેમેરા.
હાલ એવી જ એક ચોરીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ચોર ચાલુ ટ્રાફિકની અંદર એક યુવકની બેગમાંથી 40 લાખ રૂપિયા લઈને ફરાર થઇ જાય છે. આ આખી જ ઘટના કેમેરામાં કેદ થઇ ગઈ હતી અને તેનો વીડિયો હવે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના દિલ્હીની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
લાલ કિલ્લા પોલીસ ઘટનાના આરોપીઓને પકડવા માટે તરત જ સક્રિય થઈ ગઈ હતી, જેમાં તેમને મોટી સફળતા પણ મળી છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી 38 લાખ રૂપિયા પણ મળી આવ્યા છે. એવું કહેવાય છે કે ચોરોની આ ટોળકીમાં કામ કરતા આરોપીઓ ટ્રાફિક જામ કે રેડ સિગ્નલની સ્થિતિમાં ચોરીને અંજામ આપતા હતા.
#WATCH | दिल्ली में दिनदहाड़े बाइक सवार के बैग से 40 लाख रुपये उड़ाने का हैरान करने वाला वीडियो सामने आया है। लाल किला पुलिस ने दो आरोपियों को गिरफ्तार किया है। उनके पास से 38 लाख रुपये बरामद भी कर लिए हैं। pic.twitter.com/v7thyGTiyn
— Hindustan (@Live_Hindustan) March 6, 2023
આરોપીઓ રોડ પર વાહનચાલકને ઉભા રહેવા અને ભારે ટ્રાફિકનો લાભ લેતા હતા. હાલ ટોળકીનો મુખ્ય આરોપી ફરાર છે. સાથે જ ઘટનાના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ વાયરલ થયા છે. ડીસીપી અનુસાર, ઉમેશે 1 માર્ચે રૂપિયા ચોરીની ફરિયાદ કરી હતી. પીડિત એજ્યુકેશનને લગતી પેઢીમાં કેશિયર છે. તે પેઢીના માલિકના કહેવાથી કુચા ઘાસી રામ પાસેથી પૈસા લઈને નોર્થ એવન્યુ તરફ જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં ચોરીની ઘટના બની હતી.