અમદાવાદમાં એક જ પરિવારના ચાર લોકોની બેરહેમીથી કરી દેવામાં આવી હત્યા, મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે

અમદાવાદમાં ઓઢવમાં મહિલા, તેની વૃદ્ધ માતા અને બે બાળકોની બેરહેમીથી ઘરમાં જ કરી નાખી હત્યા, ચાર દિવસ સુધી ઘરમાં સળતી રહી લાશ, છેલ્લે તો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના મામલાઓ સતત સામે આવી રહ્યા છે, ક્યાંક અંગત અદાવતમાં કોઈની હત્યા કરી દેવામાં આવે છે તો ક્યાંક પ્રેમ સંબંધોના કારણે કોઈની હત્યા કરી દેવામાં આવે છે, ઘણીવાર પારિવારિક ઝઘડા પણ હત્યાનું કારણ બનતા હોય છે, પરંતુ હાલ અમદાવાદમાંથી જે ઘટના સામે આવી છે તે રૂંવાડા ઉભા કરી દેનારી છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા વિરાટનગર પાસેથી સોસાયટીમાં એક જ પરિવારના ચાર લોકોની બેરહેમીથી હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું છે. ચાર દિવસ પહેલા જ હત્યારો આ હત્યાને અંજામ આપીને ફરાર થઇ ગયો હતો. મૃતકોમાં બે બાળકો પણ હોવાનું સામે આવી રહ્યું છે.

પોલીસ જયારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે ઘરના ચાર અલગ અલગ રૂમમાંથી તેમને લાશ મળી આવી હતી, ચાર દિવસ પહેલા થયેલી આ હત્યાના કારણે મૃતદેહો બહાર કાઢતા જ અત્યંત દુર્ગંધ આવી રહી હતી, પોલીસ તપાસમાં આ હત્યા પાછળ ગૃહકંકાશ હોવાનું પોલીસ અધિકારીઓને લાગી રહ્યું છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ચારેયની હત્યા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરી દેવામાં આવી હતી, પરિવારના ચાર સભ્યો સોનલ મરાઠી, પ્રગતિ મરાઠી, ગણેશ મરાઠી, સુભદ્રા મરાઠીની હત્યા કર્યા બાદ આ હત્યાનો શંકાસ્પદ આરોપી વિનોદ મરાઠી ફરાર છે. પોલીસની પ્રાથિમક તપાસમાં એમ પણ જાણવા મળ્યું છે કે વિનોદ મરાઠીને તેના સાસુ સુભદ્રા મરાઠી સાથે ઝઘડો થયો હતો, આ અગાઉ પણ વિનોદ મરાઠીએ સાસુ ઉપર છરીનો ઘા કર્યો હતો, પરંતુ ત્યારે સાસુ પડી ગયા હોવાનું કહી સારવાર કરાવી કોઈ ફરિયાદ દાખલ કરાવી નહોતી.

આ મામલામાં પોલીસે જણાવ્યું હતું કે વિનોદ હાલ મળ્યો નથી. તે જ કોઇ કારણસર આશરે ચાર દિવસ પહેલાં આખા પરિવારની હત્યા કર્યા બાદ પલાયન થઇ ગયો હશે. પોલીસે આ મામલે હાલ હત્યાનો ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.

Niraj Patel