એક મહિલાએ બે વાર ધર્મ બદલી કર્યા ત્રણ લગ્ન, બધી વખતે નામ બદલી કર્યા લવ મેરેજ, ત્રીજાએ આપી ખૌફનાક મોત

15 વર્ષ, 3 લગ્ન, 4 નામ અને 2 વાર બદલ્યો ધર્મ : આ સીધી દેખાતી મહિલાએ ત્રીજા પતિ સાથે કર્યો ખતરનાક કાંડ…

એક વ્યક્તિએ તેની પત્ની સાથે દારૂ પીધો અને પછી જ્યારે નશામાં પલંગ પર સૂઈ ગઈ, ત્યારે તે રસોડામાં ગયો અને છરી લાવી પત્નીના પેટમાં ઝીંકી દીધી. આ ઘટના 25મી ડિસેમ્બરની રાત્રે બની હતી. વિનોદ શર્મા નામના વ્યક્તિ પર તેની પત્નીની હત્યાનો આરોપ છે. વિનોદે તેની 35 વર્ષની પત્ની ભવ્યાની હત્યા કરી હતી. જ્યારે પત્નીનું મોત નીપજ્યું ત્યારે તેણે વોશિંગ મશીનમાં લોહીના ડાઘવાળા કપડાં ધોયા અને પછી તેને સૂકવ્યા. આ પછી તેણે પોલીસને ફોન કર્યો કે તેની પત્નીનું મોત થયું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો લીધો હતો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી.

જ્યારે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યો તો પોલીસને વિશ્વાસ ન થયો. વિનોદે જણાવ્યું હતું કે તેની પત્નીનું મોત સામાન્ય રીતે થયું હતું. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ભવ્યાના પેટના નીચેના ભાગમાં છરીના નિશાન મળ્યા. પોલીસને શંકા જતાં વિનોદની પૂછપરછ કરવામાં આવી અને જે બાદ ભાંગી પડ્યો. તે પછી તેણે પોલીસને આખી વાત કહી. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, ભવ્યાના આ ત્રીજા લગ્ન હતા. તેનું અસલી નામ બેબી હતું. બિહારના સીતામઢીના મુસ્લિમ પરિવારમાં જન્મેલી બેબી ગાઝિયાબાદ રહેવા આવી હતી. તેણે પહેલા લગ્ન દિલ્હીના યોગેન્દ્ર કુમાર સાથે કર્યા હતા. યોગેન્દ્ર સાથે લગ્ન કર્યા બાદ બેબીએ પોતાનું નામ બદલીને અંજલિ રાખ્યું હતું.

અંજલિ અને યોગેન્દ્ર 13 વર્ષ સાથે રહ્યા બાદ અલગ થઈ ગયા, બંનેને એક બાળક પણ હતું. તે બાળક હવે તેના પિતા સાથે રહે છે. આ પછી અંજલિ દિલ્હીના રહેવાસી અનીસની પત્ની બની હતી. જે બાદ તેણે ફરી પોતાનું નામ બદલીને અફસાના કરી દીધું. બંનેને એક પુત્ર પણ હતો, જેનું નામ આદિલ છે. તેઓએ 2017માં લગ્ન કર્યા અને પછી બંને અલગ થઈ ગયા. અફસાના આદિલને પોતાની સાથે લાવી હતી. અનીસથી અલગ થયા બાદ અફસાનાએ ગુરુગ્રામના રહેવાસી વિનોદ શર્મા સાથે વર્ષ 2019માં લગ્ન કર્યા

અને ફરી અફસાનાએ પોતાનું નામ બદલી ભવ્ય શર્મા કરી દીધુ. તે વિનોદ સાથે તેના બીજા પતિના બાળક આદિલને લઈને રહેતી હતી. આ ઘટના દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદની છે. જેની સ્ટોરી કોઈ ફિલ્મથી ઓછી નથી. આ હત્યા કેસમાં પોલીસે વિનોદ શર્માની ધરપકડ કરી છે. ભવ્યા સાથે લગ્ન કર્યા પછી વિનોદ કામ કરતો નહોતો, ઘરનો ખર્ચ ભવ્યના પૈસાથી જ ચાલતો. ભવ્યા કામના સંબંધમાં અવારનવાર ઘરથી દૂર રહેતી હતી. વિનોદે કહ્યુ કે, ભવ્યા તેને કહેતી કે તે આયુર્વેદ દવાઓની સપ્લાય ચેઈન સાથે જોડાયેલ છે.

પ્રતિકાત્મક તસવીર

આ સંબંધમાં તે ઘણીવાર ઈન્દોર, બેંગ્લોર વગેરે શહેરોમાં જાય છે. જો કે, બિઝનેસની વાત સાચી છે કે નહીં તે વિનોદને પણ ખબર નથી. વિનોદે કહ્યું કે પત્ની જે કમાતી હતી તેનાથી પરિવાર ચાલતો અને વિનોદનું કામ બાળકને શાળાએ મૂકવાનું, તેને પાછું લાવવાનું અને ઘરના તમામ કામકાજ સંભાળવાનું હતું. ભવ્યા જે પૈસા આપતી તેનાથી વિનોદ દારૂ પીતો. ગાઝિયાબાદના વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારના વૃંદાવન એન્ક્લેવમાં તેઓ જ્યાં રહેતા તે ફ્લેટનું ભાડું ભવ્યા ચૂકવતી હતી. વિનોદ કહે છે કે ભવ્યા 24મી ડિસેમ્બરે બહાર હતી.

પ્રતિકાત્મક તસવીર

તેણે પોતાને ઈન્દોરમાં હોવાનું જણાવ્યું. એ જ રાત્રે ભવ્યાનો વિડીયો કોલ વિનોદ પર આવ્યો. ભવ્યાની સાથે અનીસ હતો, જે તેનો બીજો પતિ હતો. વિનોદને આ વાતનું ખરાબ લાગ્યું. અનીસે વિનોદને વીડિયો કોલ પર ધમકી આપી અને વિનોદને ગાઝિયાબાદ છોડીને ચાલ્યા જવાનું કહ્યું, નહીંતર પરિણામ સારું નહીં આવે. આ સાંભળીને વિનોદ ટેન્શનમાં આવી ગયો અને 25 ડિસેમ્બરે ભવ્યા ઘરે પરત ફરી ત્યારે બંનેએ સાથે બેસી દારૂ પીધો અને વિનોદે જાણી જોઈને ભવ્યાને વધુ દારૂ પીવડાવ્યો અને પછી તેને નશો ચડી જતાં છરી વડે ભવ્યાની હત્યા કરી નાખી.

Shah Jina