રાજકોટ : પિતરાઇ ભાઇના લગ્નના આગળના દિવસે દાંડિયા રાસના કાર્યક્રમમાં ગરબા રમી રહ્યો હતો યુવક, અચાનક આવ્યો હાર્ટ એટેક અને થયુ મોત

રાજકોટમાં દાંડિયા રમતા રમતા હાર્ટએટકથી યુવાનનું મોત, આસપાસ લગ્નમાં બધા ડરી ગયા, ખુશીનો માહોલ હતો ને મૃત્યુ થયું, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાંથી હાર્ટ એટેકથી (Heart Attack) મોતના કિસ્સા છેલ્લા ઘણા સમયથી સામે આવી રહ્યા છે. છેલ્લા થોડા જ સમયમાં ઘણા લોકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યા છે. જેમા કેટલાક યુવાનોના ક્રિકેટ કે ફૂટબોલ રમતા તો કેટલાકના જીમમાં એક્સરસાઇઝ કરતા તો કેટલાકના લગ્ન પ્રસંગમાં નાચતા નાચતા પણ હાર્ટ એટેકથી મોતના કિસ્સા સામે આવી ચૂક્યા છે. ત્યારે હાલમાં જ એક મામલો સામે આવ્યો રાજકોટમાંથી (Rajkot).

જેમાં અમિત ચૌહાણ નામના એક 36 વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું. લગ્નપ્રસંગમાં દાંડિયા રાસ રમ્યા બાદ તેમનું હાર્ટ એટેકથી મોત થતા લગ્નની ખુશી માતમમાં ફેરવાઇ ગઇ હતી. મળતી માહિતી અનુસાર, રાજકોટના અમિત ચૌહાણ સોમવારે ફોઈના દીકરાના લગ્ન પ્રસંગના આગળના દિવસે રખાયેલા દાંડિયા-રાસના કાર્યક્રમમાં ગયા હતા, તે બાદ ઘરે પરત ફર્યા બાદ તેમને હાર્ટ એટેકથી મોત થયુ.

જણાવી દઇએ કે, છેલ્લા બે જેટલા મહિનામાં તો લગભગ 22 જેટલા લોકોના હાર્ટ એટેકના કારણે મોત થયા છે. ત્યારે દિવસે-દિવસેને યુવાનોના હાર્ટ એટેકથી થતા મોત ચિંતાનો વિષય છે. ડોક્ટર અનુસાર કાર્ડિયાક એરેસ્ટ થતા તાત્કાલિક અસરથી વ્યક્તિનું મોત નીપજે છે અને આ ચિંતાજનક બાબત છે. આ ઉપરાંત અત્યાર સુધી જે પણ મામલા સામે આવ્યા છે, તેમાં લગભગ તમામ મામલામાં પુરુષોના જ મોત હાર્ટ એટેકને કારણે થયા હોવાનું સામે આવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં 23 એપ્રિલે જ એક 19 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ હતું.આદર્શ સાવલિયા બાથરૂમમાં અચાનક ઢળી પડ્યા બાદ પરિવારજનો તેને લઈને હોસ્પિટલ ગયા હતા પણ ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરાતા અને હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જણાવતા પરિવારની માથે શોકનું મોજું ફરી વળ્યું હતું. હાર્ટ એકેટનું કારણ નિષ્ણાતોના મતે કોરોના ઈફેક્ટ છે. શારીરિક શ્રમ અને શરીરમાં પ્લેક ફાટવાને કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે.

Shah Jina