એક વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટોકે કરી એવી કમાલ કે 1 લાખ રૂપિયા બની ગયા 25 લાખ…

છેલ્લા એક વર્ષમાં શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. તેમ છતાં, એવા ઘણા શેરો છે જેણે ભારતીય બજારમાં તેમના રોકાણકારોને ઘણા પૈસા કમાવી આપ્યા છે. આમાંના કેટલાક શેરો એવા પણ સામેલ છે જેમણે રોકાણકારોને મલ્ટિબેગર સ્ટોકમાંથી કમાણી કરાવી છે, અને તેમાંથી જ એક શેર છે એક્સપ્રો ઈન્ડિયા. એક્સપ્રો ઇન્ડિયાએ એક વર્ષમાં તેના શેરધારકોને લગભગ 2,500 ટકા વળતર આપ્યું છે. આ શેર 4 જાન્યુઆરી, 2021ના રોજ રૂ. 36.20 હતો, જે 4 જાન્યુઆરી, 2022ના રોજ વધીને રૂ. 940 થયો. આ મલ્ટિબેગર સ્ટોકે છેલ્લા 12 મહિનામાં 2,469 ટકા વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ 23.61 ટકા વધ્યો છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ગયા વર્ષે 4 જાન્યુઆરીએ Xpro India ના સ્ટોકમાં રોકાણ કરાયેલ રૂ. 1 લાખની રકમ આજે રૂ. 25.96 લાખ થઈ ગઈ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર સ્મોલ કેપ સ્ટોક અગાઉના રૂ. 937.35ના બંધ સામે 4.94 ટકા ઘટીને રૂ. 891ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. એક્સપ્રો ઇન્ડિયાનો સ્ટોક 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજ કરતાં વધુ ટ્રેડિંગ કરી રહ્યો છે પરંતુ 5 દિવસ અને 20 દિવસની મૂવિંગ એવરેજ કરતાં ઓછો છે. સ્ટોક 8 ડિસેમ્બર, 2021ના રોજ રૂ. 1,015ની 52-સપ્તાહની ઊંચી સપાટીએ અને 1 જાન્યુઆરી, 2021ના રોજ રૂ. 34.50ની 52 -સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો હતો.

ફર્મે માર્ચ 2021માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ચોખ્ખા નફામાં 1,987 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. માર્ચ 2020ના નાણાકીય વર્ષમાં રૂ. 0.40 કરોડના નફાની સરખામણીએ પાછલા નાણાકીય વર્ષમાં ચોખ્ખો નફો વધીને રૂ. 8.35 કરોડ થયો છે. આ ઉપરાંત, માર્ચ 2020ના નાણાકીય વર્ષમાં રૂ. 354.84 કરોડની સરખામણીએ અગાઉના નાણાકીય વર્ષમાં વેચાણ 5.22 ટકા વધીને રૂ. 373.35 કરોડ થયું હતું.

સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 105.69 ટકા વધીને રૂ. 10.84 કરોડ થયો છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 5.27 કરોડ હતો. એક્સપ્રો ઇન્ડિયા એ બિરલા ગ્રૂપની એક ફર્મ છે, જે રેફ્રિજરેટર્સ માટે કેપેસિટર અને લાઇનર્સ માટે પેકેજિંગ સામગ્રીના નિર્માણમાં લાગેલી છે. હાલમાં, કેપેસિટર્સ માટે પેકેજિંગ મટિરિયલનું ઉત્પાદન કરનારી તે ભારતમાં એકમાત્ર ફર્મ છે.

Shah Jina