ખબર

ભારત દેશના માથે કોરોનાનું ભયાનક તાંડવ, તમામ રેકોર્ડ તૂટી ગયા અને મૃત્યુ 2000થી પણ વધુ

કોરોનાએ વિશ્વભરમાં ભરડો લીધો છે. વિશ્વમાં કોરોનાના કેસમાં વધારો જ જોવા મળે છે.વિશ્વમાં કોરોનાના કેસનો આંકડો 8,264,399 પહોંચ્યો છે. વિશ્વમાં કોરોનાને કારણે 446,135 મૃત્યુ થયા છે.

Image source

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 354,161પર પહોંચી ગઈ છે. દેશમાં કોરોનાને કારણે 11,921 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં મંગળવારે કોરોનાને કારણે 2004 લોકોએ જીવ ગુમાવ્યા હતા જે અત્યાર સુધીના એક દિવસના સૌથી વધુ મોત થયા છે. મંગળવારે દેશમાં કોરોનાના 11 હજાર 090 દર્દી વધી ગયા છે. દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધારે 93 લોકોના મોત થયા છે. સાથે જ ગત દિવસોમાં થયેલા મોતની પણ ડેથ કમિટિએ કોરોનાથી મોત થયાની પુષ્ટી કરી છે.રાજધાનીમાં કુલ મોતનો આંકડો 1837એ પહોંચ્યો છે. દિલ્હી ગુજરાતને પાછળ છોડીને દેશમાં સંક્રમિતોના મામલામાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે.

Image source

મધ્યપ્રદેશમાં મંગળવારે 134 દર્દી મળ્યા, જ્યારે 11 લોકોના મોત સહીત આંકડો 476 પર પહોંચ્યો હતો. આ સાથે જ રાજ્યમાં દર્દીઓની સંખ્યા 11070 થઈ ગઈ છે.

Image source

મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે 2500થી વધુ નવા કેસ સામે આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2701 દર્દી મળ્યા હતા. રાજ્યમાં દર્દીઓની સંખ્યા 1,13,445 થઈ ગઈ છે. અત્યાર સુધી 5537 દર્દીઓના મોત થયા છે. રાજસ્થાનમાં મંગળવારે કોરોનાના 235 નવા કેસ સામે આવ્યા હતા. બિહારમાં મંગળવારે કોરોના સંક્રમણના 148 કેસ સામે આવ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.