એક માતાએ પોતાના 3 વર્ષના દીકરા સાથે 15માં માળેથી ઝંપલાવી કર્યો આપઘાત, કારણ જાણીને કહેશો સસરાને જલ્દી જેલ ભેગો કરો

પરણિત મહિલાએ દીકરાને છાતીએ વળગાળી કરી 15માં માળેથી આત્મહત્યા, પોલીસ પણ દોડતી થઈ ગઈ

એક પરણિત મહિલા પોતાના સાડા ત્રણ વર્ષના છોકરાને છાતીથી વળગાળી બિલ્ડીંગના પંદરમા માળેથી નીચે કૂદી પડી. આ દરમિયાનનો ચોંકાવનારો CCTV વીડિયો સામે આવ્યો છે. બે સેકન્ડ માટે નાળામાંથી વહેતા પાણીથી રહસ્ય ઉકેલાયું હતું. આ ઘટના ચેમ્બુરના લાલડોંગર વિસ્તારમાં અલ્ટા વિસ્ટા બિલ્ડિંગમાં બની હતી. મહિલાએ તેના દીકરા સાથે આપઘાત કરી જીવનનો અંત લાવી દીધો. મહિલાની સુસાઈડ નોટ મળી આવી છે અને પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.મુંબઈના કુર્લા વિસ્તારમાંથી 36 વર્ષીય શ્રુતિ મહાડિક અને તેનો સાડા ત્રણ વર્ષનો પુત્ર રાજવીર મહાડિક ગુમ થયા હોવાની માહિતી મળી હતી.

શ્રુતિ તેના પુત્ર અને પતિ સાથે કુર્લાના નેહરુ નગર વિસ્તારમાં રહેતી હતી. બિલ્ડીંગના 15મા માળેથી તે તેના દીકરા સાથે પડી તેના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે.બુધવારે અચાનક ઘરમાંથી તે ગાયબ થઈ ગઇ હતી. પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. બંનેના મૃતદેહ શુક્રવારે સાંજે ચેમ્બુરના લાલડોંગર વિસ્તારમાં અલ્ટા વિસ્ટા બિલ્ડિંગના પરિસરમાંથી મળી આવ્યા હતા, બંનેના મોતથી વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે અને તેમના આપઘાતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. જો કે, તેનો દિયર સાથે મિલકતને લઇને વિવાદ હતો.

ઘટનાની જાણ થતા જ ચુનાભટ્ટી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં એવી દલીલ કરવામાં આવી હતી કે મહિલાએ દીકરા સાથે આત્મહત્યા કરી નથી, બંનેને અકસ્માત થયો છે. પરંતુ હવે સ્પષ્ટ થયું છે કે તેણે આત્મહત્યા કરી છે.

મુંબઈમાં માતા અને બાળકની આત્મહત્યાના સંદર્ભમાં પોલીસે બે નજીકના સંબંધીઓની ધરપકડ કરી છે. શ્રુતિ મહાડિકના સસરા પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે. શ્રુતિએ સુસાઈડ નોટમાં આરોપ લગાવ્યો હતો કે તે ઘરેલું કારણોસર પરેશાન હતી. શ્રુતિએ તેના સાડા ત્રણ વર્ષના પુત્ર રાજવીરને છાતીએ વળગાળી બિલ્ડીંગના 15મા માળેથી નીચે ઝંપલાવ્યું હતું.

Shah Jina