ખબર

સલામ છે આ ગુજરાતી દીકરીને જેને અમેરિકામાં રહીને ગુજરાતીઓ માટે કરોડો રૂપિયાના રેમડેસિવિર ઇન્જેક્શન મોકલ્યા

કોરોનાની મહામારી સમગ્ર દેશની અંદર ફેલાઈ રહી છે, ત્યારે આ સમયે ભારતની ઘણા દેશો દ્વારા મદદ પણ મળી રહી છે. ઘણા દેશો દ્વારા ઓક્સિજન અને દવાઓ ભારતને આપવામાં આવી છે. ઘણા સેલેબ્રિટીઓ દ્વારા પણ ભારતને મદદ મળી છે, ત્યારે ભારતની બહાર વિદેશમાં રહેતા લોકો પણ આ મુશ્કેલીની સમયમાં ભારતની મદદે આવ્યા છે.

અમેરિકાની અંદર રહેતી અને મૂળ વલસાડના પારડી તાલુકાના વલવાડા ગામની વહુ અને પરિયાના સુભાષભાઈ છોટુભાઈ દેસાઈની દીકરી રૂપા દેવાંગ કાળીદાસ દેસાઈએ અમેરિકાથી ભારત સરકારને કોવિડ-19ની સારવાર માટે રૂ. 35 કરોડના મૂલ્યના રેમડેસિવિર ઈન્જેકશનનું કન્સાઈન્મેન્ટ દાન સ્વરૂપે મોકલ્યું છે. જેને મુંબઈની કેતન અને પાર્થવ નામના  વ્યકતિઓએ એસ.કે. એજન્સીઝે કસ્ટમમાંથી ક્લિયર કરાવી ભારત સરકારને વિતરણ માટે સોંપી દીધુ છે.

ભારત માટે આવા મુશ્કેલીના સમયમાં મદદ આપનારા રૂપા દેવાંગ નાયક દશવાડાના કાળીદાસ નાયકના પુત્રવધુ છે. જેઓ મફતલાલ ગ્રુપમાં મુંબઈ ખાતે વાઈસ પ્રેસિડેન્ટના હોદ્દા ઉપર હતા. 35 કરોડના બહુમૂલ્ય જીવનરક્ષક ઈન્જેક્શનના દાન થકી આ પરિવારે અનાવિલ સમાજનું નામ રોશન કર્યુ છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૧૨,૦૬૪ નવા કેસ નોંધાયા હતા. જ્યારે ૧૧૯ના કોરોનાથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં ૧૯ એપ્રિલ બાદ કોરોનાના આ સૌથી ઓછા દૈનિક કેસ છે. આ ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૩,૦૮૫ દર્દીઓ કોરોનાથી સાજા થયા હતા.