અરરર, 34ની મહિલાને થઇ ગયો 80 વર્ષના બુઢ્ઢા સાથે પ્રેમ- કરી લીધા લગ્ન, જુઓ તસવીરો કોમેન્ટમાં
કહેવાય છે કે પ્રેમની કોઈ ઉંમર નથી હોતી, ગીતના બોલ પણ છે કે ઉમ્ર ચઢી હૈ ભૈયા દિલ તો જવાં હૈ… આવા અનેક ઉદાહરણો સાંભળવા મળશે કારણ કે એવું કહેવામાં આવે છે કે જેના પર દિલ આવી ગયુ પછી તેના પર કોઇ બસ ચાલતુ નથી. મધ્યપ્રદેશમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. આગર માલવા જિલ્લામાં 80 વર્ષના વૃદ્ધે 34 વર્ષની મહિલા સાથે કોર્ટ મેરેજ કર્યા હોવાનું સામે આવ્યુ છે.
આ લગ્નની સમગ્ર રાજ્યમાં ચર્ચા થઇ રહી છે. જો કે ખાસ વાત તો એ છે કે બંનેની મુલાકાત સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી. આ પછી બંને વચ્ચે મિત્રતા થઇ અને બંનેએ પ્રેમમાં પડ્યા બાદ લગ્ન કરી લીધા. આ સમગ્ર મામલો આગર માલવા જિલ્લાના સુસનેરનો છે. બંનેએ હનુમાન મંદિરમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા. મગરિયા નિવાસી બાલુ સિંહ 80 વર્ષની ઉંમરે દુલ્હો બન્યા અને તેમણે 34 વર્ષની મહિલા સાથે લગ્ન કરી જીવનની નવી પારી શરૂ કરી.
બાલુ સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આ દરમિયાન તેમની મુલાકાત મહારાષ્ટ્ર નિવાસી શીલા બાઈ ઈંગલે સાથે થઈ. શીલા 34 વર્ષની અને મૂળ અમરાવતીની છે. સોશિયલ મીડિયા પર મુલાકાત બાદ બંને વચ્ચે વાતચીત આગળ વધી અને બંનેએ સાથે રહેવાનું અને લગ્ન કરવાનું નક્કી કર્યું. આ પછી બાલુ અને શીલાએ લગ્ન કરી લીધા. બંનેએ તેમના પરિવાર અને કોર્ટ કર્મચારીઓની હાજરીમાં લગ્ન કર્યા હતા.
આ પછી બાલુ પોતાની દુલ્હન શીલા સાથે ઘરે ગયા. કોર્ટ બાદ બંનેએ મંદિરમાં પણ સાત ફેરા લીધા હતા. બંનેની ઉંમરમાં 46 વર્ષનો તફાવત હોવા છતાં પણ બંને આ લગ્નથી ખૂબ જ ખુશ છે. આ સાથે કોર્ટમાં આપેલા એફિડેવિટમાં શીલાએ લખ્યું છે કે હું પુખ્ત વયની છું અને મારી ઈચ્છા મુજબ લગ્ન કરી રહી છું.