30 વર્ષની ફાતિમાએ 18 વર્ષના છોકરા સાથે ચાલુ કર્યું ઇલુ ઇલુ, મોટી ઉંમરની છોકરી બોલી આ વસ્તુ પર થઇ ગઇ ફિદા

તમે ઘણીવાર લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે પ્રેમમાં બધુ જ જાયઝ છે. આ જ લાઇનને એક કપલે સાચી કરી બતાવી છે. આ કપલની લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. આ પ્રેમ કહાની એટલા માટે પણ ખાસ છે

કારણ કે એક છોકરી પોતાનાથી 12 વર્ષ નાના છોકરાને દિલ આપી બેઠી અને તેનાથી પણ ખાસ વાત એ છે કે આ છોકરીએ ખાલી તે છોકરાને પ્રેમ ન કર્યો પણ દુનિયા શું કહેશે એ બધાને બાજુ પર રાખી છોકરા સાથે લગ્ન પણ કર્યા. આ કપલે એક યૂટયૂબ ચેનલ પર પોતાના સંબંધ વિશે ખુલીને વાત કરી. છોકરાનું નામ આદિલ છે અને છોકરીનું નામ ફાતિમા છે. ફાતિમા અને આદિલ એક જ મોહલ્લામાં રહે છે.

આદિલે ફાતિમાને જ્યારે પ્રપોઝ કર્યુ તો તે હેરાન રહી ગઇ. તે વિચારમાં પડી ગઇ કે કોઇ પોતાનાથી આટલી મોટી છોકરીને કેવી રીતે પ્રેમ કરી શકે. આદિલે જણાવ્યુ કે, તેને ફાતિમા સાથે પહેલી નજરમાં પ્રેમ ક્યારે થયો હતો. આદિલે કહ્યુ કે, એક દિવસ ફાતિમાએ તેના પાસે ઘરનો કંઇ સામાન મંગાવ્યો હતો અને ત્યારે તે ફાતિમાને પહેલી નજરમાં જ પોતાનું દિલ આપી બેઠો. તે બાદ તે રોજ ફાતિમાના ઘરે ગુલાબનું ફૂલ ફેંકવા લાગ્યો. પથી એક દિવસ આદિલે ફાતિમા સામે પોતાના પ્રેમનો ઇઝહાર કરી દીધો.

ફાતિમાએ પણ તેના પ્રેમને કબૂલ કર્યો અને તેની સાથે જ જીવન વિચારવા લાગી. પ્રેમ વધતો ગયો અને બંનેને લાગ્યુ કે તેમના ઘરવાળા આ સંબંધ માટે નહિ માને. પછી ફાતિમાએ આદિલને કહ્યુ કે, તમે તમારા ઘરવાળા સાથે વાત કરો અને પિતાને લગ્ન માટે રાજી કરો. તે પછી આદિલે પિતાને ઇમોશનલ બ્લેકમેઇલ કરી ફાતિમા સાથે નિકાહ માટે રાજી કરી લીધા. ફાતિમાએ જણાવ્યુ કે, આદિલ કોઇ નશો નથી કરતો અને તેની બધી વાત માને છે. એક મહિલાને એનાથી વધારે શું જોઇએ કે તેનો શૌહર તેને જીવથી પણ વધારે પ્રેમ કરે.

આદિલે જણાવ્યુ કે, આ વાત માટે તેને લોકોએ ખૂબ ચિડવ્યો પણ તેને કોઇ ફરક નથી પડતો કારણ કે તે ફાતિમાને બેઇંતહા મોહબ્બત કરે છે. ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે આદિલને પૂછવામાં આવ્યુ કે તે કયુ ગીત ફાતિમા માટે ડેડિકેટ કરવા માગશે. તો તેણે 2011માં આવેલી બોલિવુડ ફિલ્મ “મર્ડર 2″નું ગીત ‘જિસ રાહ પે હૈ ઘર તેરા’ ગાયુ. ત્યાં ફાતિમાએ આદિલ માટે ‘દિલ દે દિયા હૈ, જાન તુજે દેંગે’ ગાયુ. જણાવી દઇએ કે, આ કપલ પાકિસ્તાનના છે.

Shah Jina