અમદાવાદમાં નાના દીકરાને ઘરે રાખી મોટા દીકરા સાથે કેનેડા ગયુ કપલ, પણ રાત્રે થઇ ગયો એવો કાંડ કે…

ગુજરાતમાંથી ઘણીવાર ચોરીના કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં અમદાવાદમાંથી જ તસ્કરો હાથ ફેરો કરી ગયાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં દંપતિ કેનેડા મોટા પુત્ર સાથે રહેવા ગયુ હતુ અને આ દરમિયાન જ તેમના સરખેજ ખાતે આવેલા ઘરમાંથી 29.46 લાખની મતાની ચોરી થઇ ગઇ. આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલિસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, સરખેજના મુલિન પાર્કની બાજુમાં આવેલા ચિનાર પાર્કમાં રહેતા દંપતિ મોટા પુત્ર સાથે રહેવા કેનેડા ગયા હતા, (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આ દરમિયાન ઘરમાંથી તસ્કરો સોનાના દાગીના અને રોકડ રકમ મળી 29.46 લાખ રૂપિયાની ચોરી કરી ગયા. જો કે, દંપતીના ઘરે તેમનો નાનો પુત્ર હાજર હતો પણ તે રાતે જમીને સૂઈ ગયા બાદ સવારે 9 વાગ્યે ઉઠ્યો તો ઘરમાં સામાન વેરવિખેર પડ્યો હતો અને તે બાદ તેણે તપાસ કરી તો ઘરની બારીની ગ્રીલ તોડીને ચોરો ઘરમાં ઘૂસ્યા હતા. દંપતીનો 20 વર્ષીય પુત્ર હસનૈનઅલી છેલ્લા 4 મહિનાથી એકલો રહે છે,

તે સરખેજ ખાતે આવેલી એલજી યુનિવર્સિટીમાં બીસીએનો અભ્યાસ કરે છે. તેણે કરેલ ચોરીની ફરિયાદ અનુસાર તેની માતા ઈશરતબાનુ અને પિતા ઈસ્તિયાકઅલી છેલ્લા 4 મહિનાથી મોટા દીકરા હુસેનઅલી સાથે છે. 20 જૂનના રોજ રાતે હસનૈનઅલી જમીને ઉપરના રુમમાં સૂઈ ગયો હતો અને તે પછી જ્યારે તે સવારે ઉઠ્યો ત્યારે જોયું તો મકાનના અલગ-અલગ રૂમમાં ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો. તે બાદ તેણે તપાસ કરી તો એક તિજોરીમાંથી 25000 રોકડા અને બીજી તિજોરીમાંથી દાગીના અને રોકડ નહોતી.

બે તોલાની સોનાની ચેન કિંમત 80000, 4 લાખ રોકડ અને મોટી તિજોરીમાં પડેલા 14 લાખ રૂપિયા સાથે સોનાના 3 હાર બુટી સાથેના આશરે 8.40 લાખ અને સોનાની ચેન 20000, તથા સોનાનો 10 ગ્રામનો સિક્કો કિંમત 40000, સોનાની બૂટ્ટીની જોડી 60000, તથા સોનાની 4 વિંટી કિંમત 80000 મળી અને ચાંદીના બટન કિંમત 1000 મળી કુલ 29.46 લાખના મતાની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું. જે બાદ તેણે મામાના દીકરા સાથે મળીને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

Shah Jina