દશેરાએ જ નાયબ મામલતદારે ગુમાવ્યો પોતાનો પુત્ર, પાર્કિંગમાં તડપી તડપીને બિચારા દીકરાને મળ્યું મૃત્યુ

રાજકોટમાં દશેરાનો દિવસ નાયબ મામલતદારના 3 વર્ષના પુત્રનું કાર નીચે કચડાતા કરૂણ મોત, ફ્લેટમાં રહેતા લોકો ચેતી જજો….

ગુજરાતમાંથી અવાર નવાર મોતના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, જેમાં ઘણા તો એવા ચોંકાવનારા હોય છે કે સાંભળી અથવા વાંચી આપણે પણ ધ્રુજી જઇએ છીએ. ત્યારે દશેરાના દિવસે જ રાજકોટમાંથી એવો કિસ્સો સામે આવ્યો જે ઘણો ચોંકાવનારો છે. દશેરાનો તહેવાર હીરાણી પરિવાર માટે કાયમી દુઃખનું સંભારણું બની ગયો. રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા નાયબ મામલતદારના 3 વર્ષના માસૂમ પુત્રનું કાર નીચે કચળાઈ જવાના કારણે મોત નીપજ્યું હતુ.

આ મામલો તાલુકા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ મેળવી ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. મવડી વિસ્તારમાં આવેલ આલાપ રોયલ પામ રેસીડેન્સીની આ હ્રદય કંપાવી દે તેવી ઘટના છે. રાજકોટના મહુડી વિસ્તારમાં આવેલ આલાપ રોયલમાં રહેતા અને મોરબીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવી રહેલા મેહુલભાઈ હિરાણીના 3 વર્ષીય પુત્રનું પાર્કિંગમાં કાર નીચે કચડાઈ જવાથી મોત નીપજ્યું હતુ.

3 વર્ષિય શ્યામ જ્યારે પોતાના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રમતો હતો. આ દરમિયાન જ એપાર્ટમેન્ટમાં રહેતા કિશન સાવલિયાની કાર હેઠળ બાળક કચડાઈ ગયુ હતુ અને તેને ગંભીર ઈજા પહોંચી હતી. જેને લઇને તેને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ગંભીર ઇજા પહોંચવાના કારણે બાળકને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.

આ મામલાની જાણ થતા જ એપાર્ટમેન્ટમાં થતા સૌ કોઈ પાર્કિંગ સ્થળે એકત્રિત થઈ ગયા હતા. ઘરે દીકરાનો જન્મ થયો હોય ત્યારે પરિવાર કેવો ખુશ હોય ? બાળકના માતા-પિતા અને પરિવારજનોમાં ઘણો હરખ હોય છે. પરંતુ હિરાણી પરિવારે તો તેમનો ત્રણ વર્ષિય પુત્ર ગુમાવતા બધાના પર તો જાણે કે આભ તૂટી પડ્યુ છે. એપાર્ટમેન્ટમાં રહેતા કોન્ટ્રાકટર કિશનભાઈ પોતાની કાર પાર્કિંગમાં પાર્ક કરવા જઈ રહ્યા હતા

ત્યારે શ્યામ ત્યાં રમતો હતો અને ધ્યાન ન રહેતા અચાનક રિવર્સ આવેલી કારના ટાયર તેના પર ફરી વળ્યા હતા. જણાવી દઇએ કે, મૃતક શ્યામ હાલ નર્સરીમાં અભ્યાસ કરતો હતો. લાડકવાયા પુત્રના મોતથી હિરાણી પરિવાર અને મૃતકના માતા-પિતા આઘાતમાં સરી પડ્યા છે. મૃતકના પિતા મોરબીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે અને તેઓ મૂળ જૂનાગઢના સુખપર ગામના વતની છે. સ્થાનિકોમાં જણાવ્યા મુજબ મેહુલભાઈ પગેથી થોડા દિવ્યાંગ છે.

Shah Jina