3 વર્ષના આ બાળકની છાતીમાં થતો હતો ભયંકર દુખાવો, ડોક્ટરોએ એક્સરે કર્યો તો સામે આવી ચોંકવનારી હકીકત

નાના બાળકોની કાળજી ખુબ જ રાખવી પડતી હોય છે, તે ક્યાં સમયે કઈ વસ્તુ મોઢામાં નાખી દે છે તે કોઈને ખબર નથી હોતી, ઘણીવાર બાળકોના મોઢામાં નાખેલી કેટલીક વસ્તુઓ તેમના માટે જીવલેણ પણ સાબિત થાય છે. આવી જ એક ઘટના હાલ સામે આવી છે જેમાં એક બાળકની છાતીમાં ભયંકર દુઃખાવો ઉપાડતા તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ એક્સરેમાં જે જોયું તેણથી હેરાન રહી ગયા હતા.

આ મામલો સામે આવ્યો છે કર્ણાટકના બેગલુરુમાંથી. જ્યાં એક ત્રણ વર્ષનું બાળક લગભગ 5 સેન્ટિમીટર લાંબી ભગવાન ગણેશની મૂર્તિ ગળી ગયું હતું. પરંતુ સમય રહેતા તેની સારવાર થઇ જવાના કારણે તે બચી ગયું હતું. આ બાળક રમતા રમતા મૂર્તિ ગળી ગયું હતું. જેના બાદ તેની છાતીમાં દુઃખાવો થવાની અને લાર ગળવામાં પણ તકલીફ થવાની સમસ્યા સામે આવી હતી.

જેના બાદ તેને શુકવારના રોજ એરપોર્ટ રોડ ઉપર સ્થિત મણીપાલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. જ્યાં પહેલા તેનો એક્સરે કરવામાં આવ્યો. જેમાં જોવા મળ્યું કે મૂર્તિ ક્યાં ભાગમાં ફસાઈ ગઈ છે. ડોક્ટરોએ તેને બહાર કાઢવા માટે એક ફ્લેક્સિબલ એન્ડોસ્કોપી દૃષ્ટિકોણનો સહારો લીધો.

તેને એક કલાકની અંદર એંડોસ્કોપી માટે લઇ જવામાં આવ્યો. જેના બાદ તેને બેભાન કરીને તેના શરીરમાંથી મૂર્તિને સુરક્ષા પૂર્વક બહાર કાઢી લેવામાં આવી. તેના ત્રણ કલાક બાદ બાળકને ખાવાની પણ અનુમતિ આપવામાં આવી. આ બાળકે ખુબ જ બહાદુરી બતાવી. અને કોઈપણ ફરિયડ વગર ડોકટરોનો સંપૂર્ણ યોગદાન આપ્યું. જેના બાદ સાંજ સુધી તેને રજા પણ આપી દેવામાં આવી.

Niraj Patel