ચોકલેટ ખાવાથી બાળકનું મોત : ખાધા બાદ નીલુ પડ્યુ શરીર, મલેશિયામાં છે મૃતકના પિતા- વાંચો સમગ્ર અહેવાલ
ફતેહગઢ સાહિબના ખેડી નૌધ સિંહ વિસ્તારમાં ચોકલેટ ખાવાથી ત્રણ વર્ષના બાળકનું મોત થયું હોવાની ખબર સામે આવી હતી. પરિવારે પણ ચોકલેટના કારણે બાળકનું મોત થયુ હોવાનું ગણાવ્યું હતું. આ મામલે પોલીસે કલમ 174 હેઠળ કાર્યવાહી કરી અને બાળકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું.
ખેડી નૌધ સિંહના મુસ્તફાબાદ ગામના રહેવાસી સરવન સિંહે જણાવ્યું કે તેનો ત્રણ વર્ષનો પૌત્ર ફતેહ સિંહ ગામની દુકાનમાંથી ચોકલેટ ખરીદવા ગયો હતો. આ ચોકલેટ ખાધાના થોડા સમય બાદ બાળકનું શરીર વાદળી થવા લાગ્યું. તેઓ તરત જ તેને નજીકની હોસ્પિટલ લઈ ગયા. ત્યાંથી તેને ફતેહગઢ સાહિબ રિફર કરવામાં આવ્યો. ફતેહગઢ સાહિબના ડોકટરોએ બાળકને મૃત જાહેર કર્યું.
પૌત્રની મોત પર શોક વ્યક્ત કરતા દાદાએ કહ્યું કે તેમના બાળકને પાછો નહિ લાવી શકાય પણ તેમણે અન્ય માતા-પિતાને અપીલ કરી કે તેઓ તેમના બાળકોને ચોકલેટ અથવા અન્ય બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ ખાવા ન દે. સરવન સિંહે કહ્યું કે, ફતેહ સિંહના પિતા મલેશિયા ગયા હતા, તે ચોકલેટમાં શું હતું તે જાણવા માટે પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યુ. પિતાના ગામમાં આવ્યા બાદ બાળકના મૃતદેહને દફનાવવામાં આવ્યો. ASIએ જણાવ્યું કે પોલીસે દાદાના નિવેદન પર કલમ 174 હેઠળ કાર્યવાહી હાથ ધરાઇ છે. જણાવી દઇએ કે, આ મામલો ફેબ્રુઆરી 2024નો છે.