શિયાળામાં ઘરમાં રૂમ હીટર લગાવીને સુઈ જતા લોકો સાવધાન ! એક જ પરિવારના 3 લોકોએ ગુમાવ્યો જીવ, 2 મહિનાની માસુમ પણ સામેલ

રૂમ હીટર બન્યું કાળ, એક જ પરિવારના ત્રણ લોકોના દર્દનાક મોત, જીવતી સળગી ગઈ 2 મહિનાની માસુમ

3 people died from room heater : હાલ દેશભરમાં શિયાળાની મોસમ ચાલે છે અને ઠેર ઠેર હાડ થીજવી દે એવી ઠંડી પણ પડી રહી છે, ત્યારે આ ઠંડીથી  બચવા માટે લોકો અલગ અલગ પ્રકારના નુસ્ખાઓ અપનાવતા હોય છે, કોઈ તાપણાં કરીને ઠંડી દૂર કરે છે તો કોઈ ઘરમાં રૂમ હીટર વાપરતા હોય છે, પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી છે જેને રૂમ હીટર વાપરતા લોકોમાં ફફડાટ ફેલાવી દીધો છે. રૂમ હીટરના કારણે ઘરમાં સુઈ રહેલા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે.

આખો પરિવાર મોતને ભેટ્યો :

આ રૂંવાડા ઉભા કરી  દેનારી ઘટના સામે આવી છે રાજસ્થાનના અલવરમાંથી. પતિ-પત્ની તેમની બે મહિનાની માસૂમ દીકરી સાથે રૂમમાં સૂતા હતા. ઠંડીથી બચવા તેણે રૂમમાં હીટર ચાલુ રાખ્યું હતું. રાત્રે હીટરમાંથી આગ ફાટી નીકળી હતી. જેના કારણે પિતા-પુત્રીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે મહિલાનું હોસ્પિટલમાં મોત થયું હતું. આ અકસ્માતમાં આખો પરિવાર મૃત્યુ પામ્યો હતો. આ ઘટના શેખપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મુંડાણા ગામમાં બની હતી.

(પ્રતીકાત્મક તસવીર)

2 વર્ષ પહેલા કર્યા હતા લવ મેરેજ :

જ્યાં રહેતા દીપકે 2 વર્ષ પહેલા જયપુરના સંજુ યાદવ સાથે લવ મેરેજ કર્યા હતા. બે મહિના પહેલા તેમના ઘરે દીકરીનો જન્મ થયો હતો. દીપક અને સંજુ રૂમમાં હીટર ચાલુ રાખીને સૂતા હતા. રાત્રે અચાનક હીટરમાંથી આગ ફાટી નીકળી હતી. જેના કારણે દીપક અને તેની પુત્રી નિશિકાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે મહિલા ગંભીર રીતે દાઝી ગઈ હતી. તેમને સારવાર માટે અલવરની રાજીવ ગાંધી જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

(પ્રતીકાત્મક તસવીર)

2 મહિનાની માસૂમનું પણ મોત :

ગ્રામજનો અને પોલીસે જણાવ્યું હતું કે રાત્રે લગભગ 1.30 વાગ્યે કપડાંમાં વધુ પડતી ગરમીને કારણે આગ લાગી હતી. જે બાદ આગ ઝડપથી ફેલાઈ અને રજાઈ સુધી પહોંચી ગઈ. જેના કારણે ત્રણેય આગની લપેટમાં આવી ગયા હતા. બૂમો સાંભળીને ગામના લોકો સ્થળ પર પહોંચી ગયા હતા. પરંતુ ત્યાં સુધીમાં આખો રૂમ બળીને ખાખ થઈ ગયો હતો. ગ્રામજનોએ કોઈ રીતે ત્રણેયને બહાર કાઢ્યા હતા. જેમાં પિતા-પુત્રીના મોત થયા હતા, જ્યારે મહિલા 80 ટકાથી વધુ દાઝી ગઈ હતી.

Niraj Patel