જોતજોતામાં જ આ શેર બની ગયા મલ્ટીબેગર, એટલુ છપ્પરફાડ રિટર્ન આપ્યુ કે 1 લાખના બની ગયા 1 કરોડ

કાશ આ શેર લીધો હોત, 1 લાખના થઇ ગયા 1 કરોડ…આવો ચમત્કાર આખી દુનિયામાં નહિ જોવા મળે

હીરાની પરખ જોહરીને હોય છે પરંતુ કેટલાક એવા હીરા હોય છે જેની પરખ પછીથી થાય છે.શેર માર્કેટમાં કેટલાક એવા સ્ટોક છે જેણે કેટલાક વર્ષો બાદ રોકાણકારોને જબરદસ્ત રિટર્ન આપ્યુ છે. કેટલાક શેર એવા છે જેનું રિટર્ન જોઇ પોતે રોકાણકારો પણ હેરાન રહી ગયા છે. આ માટે કહેવાય છે કે શેર બજારનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. આજે અમે તમને કેટલાક એવા શેર વિશે જણાવીશું જેણે 1 લાખના 1 કરોડ બનાવી દીધા.

દીપક નાઇટ્રાઇડ, અલકાઇલ એમાઇંસ કેમિકલ્સ અને કેઇઇન્ડસ્ટ્રીઝના શેરે છેલ્લા 10 વર્ષમાં 10000 ટકાથી વધારેનું રિટર્ન રોકાણકારોને આપ્યુ છે. આ ત્રણેય કંપનીઓના શેરે 1 લાખ રૂપિયા જે રોકાણકારોએ રોક્યા હતા તે રોકાણને 1 કરોડ પાર પહોંચાવી દીધુ છે. દીપક નાઇટ્રાઇડના શેરે છેલ્લા 10 વર્ષમાં 10 હજાર ટકાથી પણ વધારે રિટર્ન આપ્યુ છે.આ કંપનીનો શેર 19 ઓક્ટોબર 2012ના રોજ બીએસઇ પર 19.08 રૂપિયા પર હતો.

28 ઓક્ટોબર 2022ના રોજ બંધ થયેલ સત્રમાં આ શેર વધીને 2247.35 રૂપિયા પર બંધ થયો હતો. જો કોઇએ આ શેરમાં 1 લાખ રૂપિયા રોક્યા હોત તો તે વધીને 1.17 કરોડ થઇ ગયા હોત. અલકાઇલ એમાઇંસ કેમિકલ્સનો શેર 9 નવેમ્બર 2012ના રોજ બીએસઇ પર 27.89 રૂપિયાના સ્તર પર હતો. 28 ઓક્ટોબર 2022ના રોજ બંધ થયેલ સત્રમાં આ શેર વધીને 2960 રૂપિયા પર બંધ થયો.

જો કોઇ રોકાણકારે આ શેરમાં 10 વર્ષ પહેલા એક લાખ રોક્યા હોતા તો આજે આ વધીને 1.06 કરોડ રૂપિયા થઇ ગયા હોતા.કેઇઆઇ ઇન્ડસ્ટ્રીઝનો શેર 4 એપ્રિલ 2014ના રોજ બીએસઇ પર 12.86 રૂપિયા હતો. 28 ઓક્ટોબર 2022ના રોજ બંધ થયેલા કારોબારી સત્રમાં આ વધીને 1595.50 રૂપિયા પર પહોંચી ગયો. જો કોઇએ એપ્રિલ 2014માં આ શેરમાં 1 લાખ રોક્યા હોતા તો આ વધીને આજે 1.24 કરોડ થઇ ગયા હોતા.

Shah Jina