આઇશા આપઘાત કેસ બાદ સરકાર એકશનમાં, સરકારે લીધો આ મોટો નિર્ણય, વાંચો વધુ વિગત

અમદાવાદમાં રહેતી આઈશાએ દહેજ મુદ્દે વીડિયો બનાવી રિવરફ્રન્ટ પરથી સાબરમતી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવી દીધું હતું. આઈશાએ આપઘાત પહેલા વીડિયો પણ બનાવ્યો હતો. તે બાદ સમગ્ર દેશભરમાંથી ન્યાયની માંગ ઉઠી રહી છે.

આઈશાના આપઘાત બાદ હવે અમદાવાદ પોલીસે સાબરમતી રિવરફ્રન્ટ પર આ પ્રકારની ઘટનાઓ ઘટાડવા માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જેથી મહિલાઓ આ પ્રકારે આપઘાત ન કરે.આ અંગે ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ માહિતી આપી હતી.

સાથે ‘વુમન્સ ડે’ (મહિલા દિન) નિમિત્તે નિર્ભયા પ્રોજેકટના ચિહ્નનું અનાવરણ કરાયું છે. સરકારના સેફ સિટી પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓની સુરક્ષા માટે થતી કામગિરીને લઇને ગ્રાન્ટ ફાળવવામાં આવી અને કુલ આઠ સીટીમાંથી અમદાવાદનો પણ સમાવેશ થયો. સાબરમતી રીવરફ્રન્ટ પર હવે થ્રી લેયર સુરક્ષાનો આદેશ અપાયો છે. આ સાથે જ સ્પીડ બોટથી નદીમાં પેટ્રોલિંગનો પણ આદેશ અપાયો છે. તો સમગ્ર રીવરફ્રન્ટ પર 15 સ્કૂટર, બે ગોલ્ફ કાર્ટ દ્વારા મહિલા પોલીસ પણ પેટ્રોલિંગ કરશે.તો 250 જેટલા CCTVથી સતત મોનિટરિંગ પણ કરાશે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષમાં સાબરમતી રિવરફ્રન્ટ પરથી આત્મહત્યાના કિસ્સામાં વધારો જોવા મળ્યો છે. થોડાક દિવસ અગાઉ એક પરણિતાએ રીવરફ્ન્ટ પરથી વીડિયો બનાવીને આત્મહત્યા કરી લેતા સમગ્ર દેશમાં આ ઘટનાના પડઘા પડ્યા હતા. સરકારે હવે આ મામલે મહત્વનો નિર્ણય કર્યો છે.

તમને જણાવી દઇએ કે, છેલ્લા બે વર્ષમાં સાબરમતી રિવરફ્રન્ટ નદીમાં 31 મહિલાઓએ આપઘાત કર્યો છે. જે ચોંકાવનારી બાબત છે. હવે સરકારે રિવરફ્રન્ટ પર આપઘાતના કિસ્સાઓ ઘટાડવા માટે ખાસ આદેશ કર્યો છે.

 

Shah Jina