પ્રેમનો મહિનો ફેબ્રુઆરી ગુજરાતના આ સિંગરોના નામે રહ્યો, ખરીદી લાખો રૂપિયાની ચમચમાતી લિક્ઝિરયસ કાર, કોઈએ લીધી મર્સીડીઝ તો કોઈએ… જુઓ

આખા વર્ષમાં એક જ એવો મહિનો આવે છે જેને પ્રેમના મહિના તરીકે ઓળખવામાં આવ્યા છે અને એ મહિનો છે ફેબ્રુઆરી મહિનો. કારણ કે આ મહિનામાં જ વેલેન્ટાઈન વીક પણ આવે છે અને ઘણા નવ યુગલો લગ્નના બંધનમાં પણ બંધાતા હોય છે. ત્યારે પ્રેમનો આ ફેબ્રુઆરી મહિનો ગુજરાતના કેટલાક ખ્યાતનામ ગાયક અને ગાયિકા માટે ખુબ જ લાભકારક રહ્યો છે. આ મહિનામાં જ ગુજરાતના ત્રણ દિગ્ગજ સિંગરોએ લાખો રૂપિયાની ગાડી ખરીદી છે. તો ચાલો જોઈએ કોણ કોણ છે આ લિસ્ટમાં.

1. જીગ્નેશ કવિરાજ:
આ મહિનાની શરૂઆતમાં જ સૌ પ્રથમ ખબર આવી હતી જીગ્નેશ કવિરાજ તરફથી. તેમને ગત 9  ફેબ્રુઆરીના રોજ એક શાનદાર ક્ઝુરિયસ બ્રાન્ડ મર્સીડિઝ કંપનીની c220d મોડલની કાર ખરીદી હતી. જેની ઘણી બધી તસવીરો પણ જીગ્નેશ કવિરાજે પોતાના સોશિયલ મીડિયામાં પણ શેર કરી હતી, જેના  બાદ ચાહકોએ તેમને શુભકામનાઓ પણ પાઠવી હતી.

જીગ્નેશ બારોટે આ તસવીરો શેર કરવાની સાથે જ કેપશનમાં લખ્યું છે કે, “જય માતાજી દરેક મિત્રો ને આજે જણાવતા આનંદ થાય છે કે જડીયાવીર દાદા અને હિંગલાજમાં ની અસીમ કૃપા થી આજે મે નવી મર્સીડીસ ગાડી લીધી છે તો માતાજીના આશીર્વાદ હંમેશા રહે એવી પ્રાર્થના !”

તમને જણાવી દઈએ કે મર્સીડિઝની આ કારની કિંમત 51 લાખ રૂપિયાથી શરૂ થાય છે, આ ખૂબ જ લક્ઝુરિયસ કાર છે અને શાનદાર ફીચર્સ સાથે આવે છે, ટીસરે જીગ્નેશ બારોટના કાર કલેક્શનમાં આ લક્ઝુરિયસ કાર તેમની શોભા વધારશે. જીગ્નેશ બારોટની આ વૈભવી કાર તેમના ઘરના આંગણામાં પણ શોભી ઉઠશે.

2. કિંજલ દવે:
ગુજરાતની અન્ય એક લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ પણ આજ મહિને 20 ફેબ્રુઆરીના રોજ એક ખુબ જ લક્ઝુરિયસ મર્સીડિઝ જીએલસી 200 એસયુવી ખરીદી. આ કર પણ ખુબ જ લક્ઝુરિયસ અને શાનદાર સાથે આધુનિક ફીચર્સ વાળી છે. જેની ઘણી તસવીરો કિંજલ દવેએ ઉપરાંત તેના ભાઈ આકાશ દવે અને પિતા લલિત દવે દ્વારા શેર કરવામાં આવી હતી.

કિંજલ દવે દ્વારા ખરીદવામાં આવેલી આ શાનદાર કારની કિંમત અંદાજે 60 લાખથી શરૂ થાય છે.કિંજલ દવેએ શરૂઆતમાં પોતાની ઇન્સ્ટા સ્ટોરી ઉપર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેના પપ્પા લલિત દવે આ શાનદાર કાર ચલાવતા જોવા મળ્યા હતા. સાથે જ કિંજલ દવેએ તેના પપ્પાને આ નવી કાર માટે શુભકામનાઓ પણ પાઠવી હતી. જેના બાદ ચાહકો પણ કિંજલ દવે સાથે આ કારની તસવીરો જોવા આતુર હતા અને ચાહકોની આતુરતાનો અંત આણ્યો અને તસવીરો શેર કરી હતી.

કિંજલ દવેના ભાવિ પતિ પવન જોશી એ પણ સ્ટોરી શેર કરી ને લખ્યું હતું કે “તમારી ડ્રીમ કાર માટે મારા પ્રેમને અભિનંદન, તમે આ બધું જાતે જ કમાવ્યું છે, તમે એક સ્વ-નિર્મિત સ્ટાર છો.. ખરેખર ઘણા લોકો અને મારા માટે પ્રેરણા છે, ભગવાન તમારી ઇચ્છાઓ હંમેશા પૂર્ણ કરે એવી પ્રાર્થના તમને સ્વસ્થ અને સમૃદ્ધ રાખે kinjaldave તમારા પર ખૂબ ગર્વ છે. જય ચેહર સરકાર”

3. કિર્તીદાન ગઢવી:
ગુજરાતના ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીને પણ આજ મહિને પોતાના જન્મ દિવસે જ 23 ફેબ્રુઆરીના રોજ તેમની પત્ની સોનલ ગઢવીએ એક ખુબ જ આલીશાન કાર ભેટમાં આપી હતી. કીર્તિદાન ગઢવીએ તેમના જન્મ દિવસ ઉપર ટોયોટા કંપનીની એક લક્ઝુરિયસ મોડેલ ટોયોટા વેલફાયર ખરીદી છે.

કિર્તીદાન ગઢવીને પત્ની દ્વારા ભેટમાં મળેલી આ કારની એક્સ શો રૂમ કિંમત ઓનલાઈન વેબસાઈટ અનુસાર 89.90 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે, સાથે જ આ કાર ઓનરોડ પ્રાઈઝ જોવા જઈએ તો 1 કરોડ ઉપર જણાઈ રહી છે. દેખાવમાં પણ આ કાર ખૂબ જ શાનદાર છે તો તેના ફીચર્સ પણ લાજવાબ છે. કીર્તિદાન ગઢવીની આ કારનો રંગ સફેદ છે.

કીર્તિદાન ગઢવીની પત્નીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર કાર સાથેની ઘણી જ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કીર્તિદાન ગઢવી તેમની પત્ની અને તેમના પરિવાર સાથે જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત તેમના પત્ની આ નવી ચમચમાતી કારની પૂજા કરતા પણ જોવા મળી રહ્યા છે. કીર્તિદાનનો પરિવાર પણ આ કારની ખુશી માનવતો જોવા મળી રહ્યો છે.

કિર્તીદાન ગઢવીએ જે ગાડી લીધી છે એ છે ટોયોટા વેલફાયર. ચાલો મિત્રો આજે તમને આ ગાડી અંદરથી કેવી દેખાય છે અને એ પણ બતાવીએ કે આ કારમાં શું ફીચર્સ છે અને કઈ ટેક્નોલોજી છે જેથી આટલી મોંઘી છે ? વીડિયોમાં જુઓ ટોયોટા વેલફાયર વોક અરાઉન્ડ.

Niraj Patel