3 ફૂટની વામન કન્યાને મળી ગયો તેના સપનાનો રાજકુમાર, ધામધૂમથી કર્યા 3 ફૂટના વરરાજા સાથે લગ્ન, જુઓ લગ્નની શાનદાર તસવીરો

3 ફૂટનો વરરાજા ખભે બેસીને જાન લઈને આવ્યો તો 3 ફૂટની કન્યા ખોળામાં મંડપમાં પહોંચી, અનોખા લગ્ન જોવા માટે લોકોનું ઉમટ્યું ઘોડાપુર, જુઓ વીડિયો

હાલ લગ્નની સીઝન ચાલી રહી છે અને આ દરમિયાન દેશભરમાંથી ઘણા એવા લગ્નની ખબર સામે આવે છે જે જોઈને કેટલાય લોકો હેરાન રહી જાય છે તો ઘણા લોકો લગ્ન કરી રહેલા દંપતીને આશીર્વાદ આપવા માટે પણ મજબુર બની જતા હોય છે. ત્યારે હાલ એવા જ એક લગ્નની ખબર સામે આવી છે જે કપલને હવે દેશભરમાંથી આશીર્વાદ મળી રહ્યા છે અને આ જોડીના વખાણ પણ કરી રહ્યા છે.

આ લગ્ન એટલા માટે ખાસ હતા કે લગ્ન કરી રહેલા દંપતી બંને 3 ફૂટના જ હતા. જેનો વીડિયો પણ હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે 3 ફૂટના વામન વરરાજા ધામધૂમથી 3 ફૂટની દુલ્હન સાથે લગ્ન કરી રહ્યા છે. આ લગ્નમાં વર-કન્યાના પરિવારજનોએ પણ ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કેટલાક લોકો તો આમાંત્રણ વગર પણ આવી ગયા હતા કારણ કે તેમને આ 3 ફૂટના વર-કન્યાને જોવા હતા.

આ અનોખા લગ્ન સામે આવ્યા છે બિહારના સીતામઢીમાંથી. જ્યાં વરરાજા ખભા પર બેસીને આવ્યા અને દુલ્હન ખોળામાં બેસીને. સીતામઢીના લોહિયા નગરના મેલા રોડ પર રહેવાવાળી 21 વર્ષની દુલ્હન પૂજા તેના અનુરૂપ યોગ્ય મુરતિયો શોધી રહી હતી. તો બીજી તરફ સીતામઢી જિલ્લાના ડુમરા પ્રખંડના રામપુર પ્રોરી ગામનો રહેવાસી 32 વર્ષીય યોગેન્દ્ર પણ પોતાના માટે યોગ્ય કન્યા શોધી રહ્યો હતો.

પણ કહેવાય છે ને કે જોડીઓ તો ઉપરથી બનીને આવે છે એમ ભગવાને પણ આ બંનેનો મેળ કરાવી દીધો અને પૂજા અને યોગેન્દ્ર જન્મોજન્મનાં બંધનમાં બંધાઈ ગયા. આ લગ્નમાં પરિવારજનો પણ ખુશીથી ઝૂમી ઉઠ્યા અને સમગ્ર વિસ્તારમાં આ લગ્નની ખુબ જ જોરશોરથી ચર્ચાઓ પણ થવા લાગી. સોશિયલ મીડિયામાં પણ તેમના લગ્નનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel