ભાવનગરની ત્રણ દીકરીઓએ કેદારનાથ ધામમાં બાબાના દર્શન કર્યા અને પરત ફરતા મળ્યું મોત, છેલ્લી તસવીરો જોઈને રડી પાડશો, જુઓ

બાબા કેદારનાથના દર્શન કરવા જવું એ દરેકનું સપનું હોય છે, અને ઘણા લોકો પોતાના આસપનાને પૂર્ણ પણ કરવા માટે કેદારનાથ જતા હોય છે. પરંતુ આજે બાબાના ધામમાંથી એક ખુબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા, આજે બપોરે 12 વાગે ફાટાથી કેદારનાથ યાત્રીઓને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.

(પૂર્વા રામાનુજ)

મંગળવારે કેદારનાથથી 2 કિ.મી. દુર આવેલ ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ખરાબ હવામાનના કારણે અકસ્માતનો ભોગ બન્યું હતું. આ દુર્ઘટનામાં પાયલોટ સહિત 7 લોકોના મોત થયા છે. હેલિકોપ્ટરે પાથાથી ઉડાન ભરી હતી અને તે ગરુડચટ્ટી પાસે ક્રેશ થયું હતું. તેમાં ભક્તો હતા. કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર ખાનગી કંપની આર્યન હેલીનું હતું.

(ઉર્વી બારડ)

આ દુર્ઘટના પાયલોટ સમેત 7 લોકોના મોત થયા જેમાંથી 3 ભાવનગરની દીકરીઓ હોવાનું સામે આવ્યું હતું. ભાવનગરમાં રહેતી બે પિતરાઈ બહેનો ઉર્વી જયેશભાઈ બારડ અને કૃતિ કમલેશભાઈ આ દુર્ઘટનામાં મોતને ભેટી જયારે અન્ય એક યુવતી પૂર્વા રામાનુજ ભાવનગર જિલ્લાના સિહોરની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

(પૂર્વા રામાનુજ)

આ ત્રણેય દીકરીઓ બાબા કેદારનાથના દર્શન કરવા માટે ગઈ હતી, બાબાના દર્શન કર્યા બાદ તે હેલિકોપ્ટર દાવર પરત આવી રહી હતી, ત્રણેયના ચહેરા ઉપર ખુશી હતી પરંતુ ના જાણ્યું જાનકી નાથે શું થવાનું છે એમ જ પોતાના ઉપર આવનારી મુસીબતથી અજાણ અને હેલિકોપ્ટરની સફરને માણી રેહી હતી ત્યાં જ હેલિકોપ્ટર દુર્ઘટના ગ્રસ્ત બન્યું અને ત્રણેયના મોત નિપજ્યા હતા.

(ઉર્વી બારડ)

આ દુર્ઘટના બન્યા પહેલા જ મોતને ભેટેલા એક યુવતીએ થોડા કલાકો પહેલા જ પોતાના સોશિયલ મીડિયા દ્વારા બાબા કેદારનાથના દર્શનની તસીવરો પણ શેર કરી હતી. આ ઉપરાંત હેલિકોપ્ટરમાં બેઠાનો વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તેને કેપશનમાં ” હેલિકોપ્ટરમાંથી નજારો” એમ પણ લખ્યું હતું.સાથે જ કેદારનાથના લોકેશનને પણ ટેગ કર્યું હતું, પરંતુ કોને ખબર હતી કે આ તેમના જીવનનો અંતિમ નજારો બની જશે.

(ઉર્વી બારડ)

ત્રણયે દીકરીઓના મોત બાદ ભાવનગરમાં પણ શોકનો માહોલ ફરી વળ્યો છે. મોતને ભેટલે ત્રણ દીકરીઓમાંથી એક એવી કૃતિ બારડનો આજે જન્મ દિવસ હતો. કૃતિ અને ઉર્વી બંને પિતરાઈ બહેનો હતી અને તેમના એકસાથે મોતના કારણે પરિવાર ઉપર પણ આભ તૂટી પડ્યું છે. તેમના નિધનના ખબર મળતા જ સાગા સંબંધીઓ પણ તેમના ઘરે સાંત્વના આપવા માટે પહોંચી ગયા છે.

આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં 3 યુવતીઓ ભાવનગરની પણ હોવાનું સામે આવી રહ્યું છે. આ માહિતી કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી છે. તેમને હેલીકૉપ્ટરની ટિકિટ બુકીંગની તસવીર ટ્વીટમાં શેર કરતા જણાવ્યું કે, “કેદારનાથ ખાતે હેલીકોપ્ટર તુટી પડેલ છે જેમાં ભાવનગરની દીકરીઓ હતી તે ખબરથી ચિંતિત છું . વડા પ્રધાનશ્રી @narendramodi તથા મુખ્ય મંત્રીશ્રી @CMOGujને વિનંતી છે કે સત્વરે યોગ્ય બચાવ અને જરૂરી તમામ વ્યવસ્થા કરે.”

પીએમ મોદીએ પણ કેદારનાથ હેલિકોપ્ટર દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પીએમએ ટ્વિટ કરીને કહ્યું કે, ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર દુર્ઘટનાથી દુઃખી છું. આ દુઃખદ સમયમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21-22 ઓક્ટોબરે કેદારનાથ અને બદ્રીનાથની મુલાકાત લેશે. PM મોદી 21 ઓક્ટોબરે કેદારનાથ જશે. તે કેદારનાથ પહોંચશે અને ત્યાં ચાલી રહેલી વિકાસ યોજનાઓનું નિરીક્ષણ કરશે.

Niraj Patel