જૂનાગઢમાં ડિલેવરી સમયે જ 29 વર્ષની માતાને આવ્યો એટેક, માતા અને દીકરી બંનેના કરૂણ મોત, પરિવારની ચિચિયારી ગૂંજી ઉઠ્યું

અંગ દાન એ મહાદાન છે એવું આપણે હંમેશા સાંભળતા આવ્યા છે, ઘણા લોકોનું મૃત્યુ બાદ તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય પરિવાર દ્વારા લેવામાં આવતો હોય છે, તો ઘણા લોકો જીવતા જ પોતાની આંખોનું દાન આપી દે છે અને તેમના મૃત્યુબાદ તેમના દ્વારા લેવાયલા આ નિર્ણયથી લોકોની નવી દૃષ્ટિ પણ મળતી હોય છે. ત્યારે હાલ ચક્ષુદાનની એક એવી જ ઘટના જૂનાગઢમાંથી સામે આવી છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢમાં રહેતા સોલંકી શ્રીનાથભાઈના 29 વર્ષીય ધર્મપત્ની મોનિકાબેન ગર્ભવતી હતી, અને તેમને નવમો મહિનો પણ ચાલી રહ્યો હતો, ત્યારે આ દરમિયાન જ ડિલિવરીના સમયે જ તેમને એટેક આવ્યો હતો અને તેમનું નિધન થયું હતું. જેના બાદ તપાસ કરતા તેમના ગર્ભમાં રહેલું બાળક જીવિત હોવાનું જાણવા મળ્યું હતું.

representative image

જેના કારણે ગર્ભમાં રહહેલા બાળકને તાત્કાલિક સિઝેરિયન કરીને બહાર કાઢવામાં આવ્યું હતું, પરંતુ નવજાત બહાર આવતા જ માલુમ પડ્યું કે તેને પણ ઇન્ફેક્શન લાગી ગયું છે અને તેનું પણ મોત નીપજ્યું છે. માતા અને બાળકીના આમ અકાળે અવસાનના કારણે પરિવાર માથે દુઃખોનો આભ તૂટી પડ્યો હતો.

representative image

પરંતુ પરિવારે હિંમત દાખવી અને મોનિકાબેનના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કર્યો. જેના બાદ જૂનાગઢના પંજુરી આઈ કલેક્શન સેન્ટરના ડો. સુરેશભાઈ ઊંજીયા, એડવોકેટ ગીરીશભાઈ મશરૂએ મોનિકાબેનના ચક્ષુઓનું દાન સ્વીકાર ર્ક્યું હતું. તેમને બંને આંખોને રાજકોટ મેડિકલ કોલેજ ખાતે પહોંચાડવામાં આવી હતી અને તેના કારણે બે વ્યક્તિઓને આંખોનો અંધોપો દૂર થઇ નવી રોશની મળી.

રાજકોટમાં બનેલો એક કિસ્સો:

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, ઘણીવાર એવા ગંભીર અકસ્માત સર્જાતા હોય છે જેમાં ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે, તો ઘણીવાર એવી પણ દુર્ઘટના બનતી હોય છે જેમાં નાના બાળકો પણ કાળનો કોળિયો બની જતા હોય છે, હાલ એવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે, જેમાં એક દાદાની આંખો સામે જ વ્હાલસોયી પૌત્રીનું મોત નીપજ્યું છે.

આ બાબતે પ્રતપ માહિતી અનુસાર રાજકોટના રાજકોટના કણકોટ રોડ ઉપર આવેલા ક્રિસ્ટલ એ-વન એપાર્ટમેન્ટના બ્લોક નંબર 301 ડીમાં રહેતા અને કારખાનું ચલાવતા રવિભાઈ પ્રવીણભાઈ ઊંજીયા અને ફોરમબેનની 4 વર્ષની દીકરી આરવી તેમના ઘરની નજીક આવેલા જીવરાજ પાર્ટક ખાતેના અંબાજી મંદિરે તેના દાદા પ્રવીણભાઈ સાથે ગઈ હતી.

આ દરમિયાન આરવી અન્ય બાળકો સાથે મંદિરના ગેટની નજીક જ રમી રહી હતી, ત્યારે જ કોઈએ અચાનક ડેલો ખોલવાનો પ્રયાસ કર્યો અને લગભગ ચાર ફૂટ જેટલો ઊંચો ગેટ આવીને આરવી ઉપર જ પડ્યો હતો અને તે તેના નીચે જ દબાઈ ગઈ હતી, જેના બાદ તેને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ તેને એટલી ગંભીર ઈજાઓ થઇ હતી કે હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું નિધન થઇ ગયું હતું.

આ ઘટનાને લઈને તેના પરિવારમાં માથે પણ દુઃખોનો આભ તૂટી પડ્યો હતો. પરિવારની એકની એક અને લાડકી દીકરીનું પરિવાર માટે આઘાત સમાન બની ગયું. હાલ પરિવાર આરવીના અંતિમ સંસ્કાર કરવા માટે તેને તેમના મૂળ વતન જેતપુર પ્રેમગઢ લઇ ગયા છે. ત્યારે આ મામલામાં હવે પોલીસને જાણ કરતા તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Niraj Patel