મુંબઈમાં 28 વર્ષીય અભિનેત્રીએ કરી આત્મહત્યા, કારણ જાણીને ફફડી ઉઠશો

દેશભરમાં છેલ્લા કેટલાય સમયથી  આપઘાતની ઘટનાઓ સતત સામે આવી રહી છે, ખાસ કરીને યુવા વર્ગ કોઈપણ નાની અમથી બાબતને લઈને પણ પોતાનું જીવન ટૂંકાવી લે છે, તો ઘણા લોકો કોઈ અન્ય વ્યક્તિના ડરના કારણે પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે, હાલ એક અભિનેત્રીએ પણ એક ડરના કારણે આપઘાત કરી લેતા ચકચારી મચી ગઈ છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર ભોજપુરી અભિનેત્રી પાસે પોતાને એનસીબી અધિકારી હોવાનું જણાવી અને તેને ડગ કેસમાં ફસાવી દેવાની બીક બતાવીને અભિનેત્રી પાસે 20 લાખ રૂપિયા મંગાવામાં આવી રહ્યા હતા. આ બાબતેને લઈને કંટાળેલી અભિનેત્રીએ આખરે પોતાનું જીવન ટૂંકાવવાનો નિર્ણય કરીને આપઘાત કરી લીધો.

આ મામલામાં અંધેરીના અંબોલી પોલીસએ સૂરજ મોહન પરદેશી અને પ્રવીણ વાળિંબેની ધરપકડ કરી છે. આ બંને લોકો થાણે જિલ્લાના આસનગાવના રહેવાસી છે. આપઘાત કરનાર ભોજપુરી અભિનેત્રીનું નામ 28 વર્ષીય સલમા ઉર્ફે સંજના ઉર્ફે ઝારા ખાતુન છે. તેને ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે.

આ કૌભાંડની અંદર સલમાનો એક મિત્ર પણ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે હવે પોલીસ આ પ્રકરણમાં નોફએલ રોહે, આરીફ ગાઝીની શોધ કરી રહી છે. પોલીસ દ્વારા એમ પણ જાણવા મળ્યું હતું કે આ સમગ્ર યોજના સલમાના મિત્ર આરીફે ઘડી હતી. અભિનેત્રી આનાથી ખૂબ જ ડરી ગઈ હતી અને ડિપ્રેશનમાં પણ ચાલી ગઈ હતી. જેના બાદ તેને 23 ડિસેમ્બરે જોગેશ્વરી (વેસ્ટ)માં પોતાના ભાડાના મકાનમાંગળે ટુંપો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.

ઉલ્લેખનીય છે કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ સામે આવેલા ડગ કેસમાં ઘણા બધા સેલેબ્સના પણ નામ આવી ચુક્યા છે અને જેના કારણે એનસીબીએ તપાસનો દોર પણ કડક બનાવ્યો છે, તેનો જ ફાયદો ઉઠાવીને સલમા સાથે છેતરપીંડીનો પ્લાન બનાવવામાં આવ્યો હતો અને તેનાથી જ કંટાળીને સલમાએ પોતાનો જીવ આપી દીધો.

Niraj Patel