લગ્નના બંધનમાં બંધાઈ રહેલા ગુજરાત પોલીસના યુવા કપલે પોતાના લગ્નમાં બનાવી 27 પાનાની એવી કંકોત્રી કે જીવનમાં ડગલે પગલે કામ લાગશે, તમે પણ સાચવી લેજો, જુઓ

લગ્નની કંકોત્રીના પાને પાને આ પોલીસ દંપતી આપી રહ્યું છે એવી માહિતી કે લોકો ઓનલાઇન છેતરામણીથી બચી શકશે… જુઓ એવું તો શું લખ્યું 27 પાનાની કંકોત્રીમાં

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ ઠેર ઠેર લગ્ન યોજાઈ રહ્યા છે. આ દરમિયાન દરેક દંપતી પોતાના લગ્નને ખાસ બનાવવા માટે તમામ પ્રકારના પ્રયત્નો પણ કરતા હોય છે, જેમાં લગ્નની કંકોત્રીથી લઈને લગ્નના આયોજન સુધી બધું જ ખાસ રાખવામાં આવે છે. વળી આજે તો લગ્નના આમંત્રણ માટે અવનવા પ્રકારની ડીઝીટલ કંકોત્રી પણ બનાવવામા આવે છે જે લોકોમાં આકર્ષણ પણ જન્માવે છે.

તમે ઘણી એવી ડીઝીટલ કંકોત્રીમાં અવનવા લખાણ જોયા હશે. ત્યારે હાલ એક પોલીસ કપલના લગ્નની એવી જ એક કંકોત્રી વાયરલ થઇ રહી છે. જેમાં આ કપલે 2-5 નહિ પરંતુ પુરા 27 પેજ બનાવ્યા છે અને દરેક પેજમાં એવું કંઈક લખ્યું છે જેને વાંચ્યા પછી લોકો વાહવાહ કરી રહ્યા છે અને એટલે જ આ કંકોત્રી સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ રહી છે.

આજના સમયમાં ઓનલાઇન ફ્રોડ સતત વધી રહ્યો છે, ઘણા લોકો આવા ઓનલાઇન ફ્રોડનો શિકાર પણ બનતા હોય છે અને હજારો-લાખો રૂપિયા પણ ગુમાવતા હોય છે, ઘણા લોકોમાં જાગૃતિનો અભાવ ના હોવાના કારણે તે સાઇબર ક્રાઇમનો શિકાર પણ બનતા હોય છે, ત્યારે આ કપલે પોતાના લગ્નની કંકોત્રીમાં લોકોમાં જગ્રુતતા લાવવા માટેનું ખુબ જ ઉમદા કામ કર્યું.

આ પહેલ શરૂ કરી છે અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનારા નયન સવાલિયાએ. તેમણે પોતાના લગ્ન માટે ખાસ 27 પેજની ખુબ જ શાનદાર કંકોત્રી છપાવી છે. તેમણે પોતાની ફરજ દરમિયાન ઘણા લોકોને સાઇબર ક્રાઇમનો ભોગ બનતા જોયા છે જેના કારણે તેમને પોતાના લગ્નની કંકોત્રીને જાગૃતતા લાવવાનું માધ્યમ બનાવ્યું.

નયન સવાલિયાના લગ્ન આવનાર 7 ફેબ્રુઆરીના રોજ તેમની સાથે જ અમરેલી હેડક્વોર્ટરમાં ફરજ બજાવતી ધારા સાથે થશે. ત્યારે લગ્ન પહેલા જ ડીઝીટલ કંકોત્રીના માધ્યમથી લોકોમાં જાગૃતતા લાવવા માટે સાયબર ક્રાઇમના અનેક સૂત્રો લખીને છપાવ્યા છે, જેના દ્વારા લોકોને સાયબર ફ્રોડ અંગે માહિતી મળી રહી છે.

આ ખાસ લગ્ન કંકોત્રીમાં સાયબર ક્રાઇમ એટલે શું ? સાયબર ક્રાઇમના પ્રકારો, સોશિયલ મીડિયા સંબધિત ફ્રોડ, ઇ-મેઈલ સ્પૂફિંગ, સાયબર ક્રાઇમની મોડસ ઓપરેન્ડી, ઇન્સ્ટન્ટ લોન એપ ફ્રોડ, બનાવટી લિન્ક, ફેક કોલ, ઓનલાઈન સેલિંગ પ્લેટફોર્મ, કસ્ટમર ક્રેર ફ્રોડ અને સાયબર ક્રાઇમથી બચવા લોકોએ શું-શું કરવું જોઈએ તેની માહિતી આપી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Niraj Patel