26 વર્ષની યુવતિને ગમી ગયો 52 વર્ષનો વ્યક્તિ ! પસંદ કરવાનું કારણ છે ખુબ જ વિચિત્ર

52 વર્ષના ઘરડા પુરુષને પર ફિદા થઇ ગઇ 26 વર્ષની યુવા છોકરી ! દીકરી બાપ જેવી જોડીની તસવીરો જોતા જ હોંશ ઉડી જશે

એવું કહેવાય છે કે પ્રેમને નાત-જાતના કોઈ બંધનો નડતા નથી હોતા, વળી આપણે ઘણી એવી પ્રેમ કહાનીઓ પણ સાંભળી હશે જેમને સરહદોના બંધનો પણ નથી નડતા અને સાત સમુદ્ર પારથી પણ કોઈ યુવતી અથવા યુવક લગ્ન કરવા માટે આવી પહોંચે છે. પ્રેમમાં તો લોકો ઉંમરને પણ બાજુમાં રાખી દે છે. તમે ઘણા એવા જોયા હશે કે કોઇ છોકરી કરતા તેનો બોયફ્રેન્ડ કે તેનો પતિ ઉંમરમાં નાનો હોય.ઘણીવાર એવી કહાનીઓ પણ સોશિયલ મીડિયા પરથી સામે આવતી હોય છે, જેમાં છોકરીની ઉંમર છોકરા કરતા લગભગ અડધી હોય અથવા તો છોકરીઓની ઉંમર છોકરાઓની કરતા ઘણી વધારે હોય છે. આવી ઘણી કહાનીઓ અત્યાર સુધી સામે આવી છે. (તમામ તસવીરો સૌજન્ય : મિરર ન્યુઝ)

જો કે, હાલ એક એવી કહાની સામે આવી છે, જેમાં એક 26 વર્ષની છોકરીને 52 વર્ષના વ્યક્તિ સાથે પ્રેમ થઇ ગયો હતો. પરંતુ આ કપલને ઉંમરને કારણે ઘણા લોકો ટ્રોલ કરે છે.જો કે, કપલ લોકોની આલોચાનાની પરવાહ કરતા નથી. કપલની પ્રેમ કહાની સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. 26 વર્ષિય ક્લો અમેરિકાના ફ્લોરિડાની રહેવાસી છે. તે એક બુટીકની માલકીન છે. તે લગભગ બે વર્ષથી એરિકા સાથે રહે છે. તે બંનેની મુલાકાત એક મ્યુચ્યુઅલ ફ્રેન્ડથી થઇ હતી. ક્લોએ કહ્યુ કે, તેને એરિક એટ્રેક્ટિવ લાગે છે અને એરિકની મેચ્યોરિટી પર તે ફિદા થઇ.ક્લોએ કહ્યું- હું મારી ઉંમર કરતાં વધુ મેચ્યોર છું, અને મોટી ઉંમરની વ્યક્તિની મેચ્યોરિટી મને આકર્ષે છે. આ મારુ પ્રથમ એજ ગેપ રિલેશનશિપ નથી.

હું મોટી ઉંમરના પુરુષ સાથે રહેવાનું પસંદ કરું છું કારણ કે જો હું મારી ઉંમરના કોઈ પુરુષને ડેટ કરું તો સંબંધોમાં ડ્રામા થાય. જે મને પસંદ નથી. ક્લોએ આગળ કહ્યું- અજાણ્યા લોકો માને છે કે એરિક મારા પિતા છે. ખાસ કરીને જ્યારે અમે રજા પર જઈએ છીએ, પરંતુ હું સત્ય કહું છું કે તે મારો બોયફ્રેન્ડ છે, મારા પિતા નથી. ક્લો તેમની પ્રથમ મુલાકાત વિશે વાત કરે છે – એરિક અને હું એક મિત્ર દ્વારા મળ્યા હતા. અમારો સંબંધ રોમેન્ટિક રીતે શરૂ થયો ન હતો. હું એરિકને મળી તે પહેલા જ મેં સગાઈ તોડી નાખી હતી.

ત્યારે મારી પુત્રી 3 વર્ષની હતી અને એરિકની પુત્રી 4 વર્ષની હતી. તેથી શરૂઆતમાં અમે અમારા બાળકો સાથે પ્લે ડેટ્સ પર જતા હતા. પછી ધીમે ધીમે વસ્તુઓ બદલાઈ, અને અમે બંને એક સંબંધમાં બંધાઈ ગયા.ક્લોએ કહ્યું – હું મારી જાતને આ ઉંમરના તફાવત માટે નસીબદાર માનું છું, કારણ કે મને નાના બાળકો સાથે નાટક પસંદ નથી. તમે જેના અભિપ્રાય પર વિશ્વાસ કરો છો તેની સાથે રહેવું સારું લાગે છે કારણ કે તે મારા કરતા વધુ અનુભવી છે. હું દુનિયાને ખાતર મારી જાતને બદલવાનો નથી.

Shah Jina