કેનેડામાં ભારતીય મૂળના 24 વર્ષિય યુવકની ગોળી મારી કરવામાં આવી હત્યા, આ મહિનામાં આવી બીજી વારદાત

કેનેડાના સપના જોનારાઓ સાવધાન: કેનેડામાં ભારતીય 24 વર્ષના યુવાનને ગોળી ઠોકી દીધી, તસવીરો આવી સામે

કેનેડામાં શીખ સમુદાય પર થઇ રહેલા હુમલા ઓછા થવાનું નામ નથી લઇ રહ્યા. ત્યારે હાલમાં કેનેડાના અલબર્ટા વિસ્તારમાં એક 24 વર્ષિય શીખ યુવકની ગોળી મારી હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. મૃતકની ઓળખ સનરાજ સિંહ તરીકે થઈ છે. આ ઘટના 3 ડિસેમ્બરની હોવાનું કહેવામાં આવી રહ્યુ છે, જ્યારે પોલીસને એક કારમાંથી તેનો મૃતદેહ મળ્યો હતો. તે સમયે પોલીસકર્મીઓ દ્વારા તેને સીપીઆર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જો કે, સારવાર શરૂ થાય તે પહેલા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

જે ઓટોપ્સી રિપોર્ટ સામે આવ્યો છે તેમાં તેના મોતનું કારણ હત્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. શરીર પર ગોળીના નિશાન જોવા મળ્યા હોવાથી આરોપીએ તેના પર ફાયરિંગ કર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હવે કયા કારણોસર સનરાજની હત્યા કરવામાં આવી હતી, કોઈ દુશ્મનાવટ હતી કે બીજું કંઈક, આ સવાલોના જવાબ પોલીસ હજુ શોધી રહી છે.સનરાજ સિંહને 3 ડિસેમ્બરે કેનેડાના આલ્બર્ટા પ્રાંતમાં 52St અને 13 Ave નજીક ગોળી મારી દેવામાં આવી હતી. પોલીસે શંકાસ્પદ વાહનની તસવીર જાહેર કરી છે જેનો ઉપયોગ ગોળીબારમાં કરવામાં આવ્યો હોઈ શકે છે.

આ મહિનામાં કેનેડામાં ભારતીય મૂળના શીખની હત્યાનો આ બીજો કેસ છે. આ પહેલા બુધવારે (3 ડિસેમ્બર) એક શીખ મહિલા 21 વર્ષીય પવનપ્રીત કૌરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જ્યારે નવેમ્બરમાં બ્રિટિશ કોલંબિયા પ્રાંતની એક હાઈસ્કૂલના પાર્કિંગમાં 18 વર્ષીય ભારતીય મૂળની કિશોર મહેકપ્રીત સેઠીની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. 10 ડિસેમ્બરે બહાર પાડવામાં આવેલા નિવેદનમાં, પોલીસે જણાવ્યું હતું કે 3 ડિસેમ્બરની રાત્રે ગોળીબારની જાણ કર્યા પછી એડમોન્ટન શહેર પોલીસ દ્વારા સૂર્યરાજને શોધી કાઢવામાં આવ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તે ઘાયલ જોવા મળ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો તેમને એક વ્યક્તિ (સનરાજ સિંહ) એક વાહનમાં મેડિકલ તકલીફમાં બેઠેલો જોવા મળ્યો. અહેવાલોમાં ઉલ્લેખ છે કે અધિકારીઓએ ઇમરજન્સી મેડિકલ સર્વિસ (EMS) ના આવે ત્યાં સુધી કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) નું સંચાલન કર્યું. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે સનરાજનું મોત ગોળી વાગવાથી થયું હતું. પોલીસે એમ પણ કહ્યું છે કે એક શંકાસ્પદ વાહન આ વિસ્તારની બહાર નીકળતું જોવા મળ્યું હતું. જેની તસવીર બહાર પાડવામાં આવી.

Shah Jina