ભીમ પાડો: સુલ્તાન પાડાને પણ ટક્કર આપે છે એવો આ પાડો, કિંમત છે 24 કરોડ અને મહિનાનો ખર્ચ જાણીને તો મોતિયા મરી જશે

આપણા દેશની અંદર ઘણી બધી જગ્યાએ પશુ મેળા અને કૃષિ મેળાનું આયોજન કરવામાં આવે છે, આ મેળાની અંદર ઘણા લોકો પોતાના પાલતુ પ્રાણીઓને લઈને આવે છે, થોડા સમય પહેલા જ સુલ્તાન નામનો એક પાડો ખુબ જ ચર્ચામાં આવ્યો હતો, તેની કિંમત પણ કરોડોમાં હતી, પરંતુ હાલ બીજો એક ભીમ નામનો પાડો ચર્ચામાં આવ્યો છે.

હાલમાં રાજસ્થાનના અજમેરની તીર્થ નગરી પુષ્કરની અંદર પશુ મેળો ચાલી રહ્યો છે. આ પશુ મેળાની અંદર એકથી એક ચડિયાતા પશુઓ વેચાવવા માટે આવે છે. આ મેળામાં જોધપુરથી એક ભીમ પાડો પણ આવ્યો હતો, જેની કિંમત 24 કરોડ રૂપિયાથી પણ વધારે જણાવવામાં આવી રહી છે.

આ પાડાની ઉંમર લગભગ 7 વર્ષની છે અને તેનો એક મહિનાનો ખાવાનો ખર્ચ બે લાખ રૂપિયા કરતા પણ વધારે છે. આ પાડો કાજુ, બદામ, મધ સહીત અન્ય ખાદ્ય પદાર્થો ખાય છે. અને તેની દેખરેખ રાખવા માટે ચાર લોકોને પણ રાખવામાં આવ્યા છે. આ પાડો જોધપુર નિવાસી જવાહર જાંગીડનો છે.

મુર્રા પ્રજાતિનો આ પાડો વર્ષ 2018ના પુષ્કર મેળામાં પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. લોકો આજે પણ તેની સાથે સેલ્ફી લેવાનું નથી ચુકતા. તેના માલિકે જણાવ્યું કે આ પાડાને હાલમાં વેચવાનો કોઈ જ ઈરાદો નથી. પરંતુ અત્યાર સુધી આ પાડાની કિંમત 24 કરોડ રૂપિયા સુધીની લાગી ચુકી છે.

મુર્રા પ્રજાતિના આ પાડાને નસલ સુધારવાના કામમાં લેવામાં આવે છે. આ પાડાને ઘણી જગ્યાએ પુરસ્કાર પણ મળી ચુક્યા છે.આ પડાણા સીમનથી થતી ભેંસોનું 40થી 50 કિલો વજન રહે છે. તે પુખ્ત થતા એક વખતમાં 20થી 30 લીટર સુધી દૂધ આપે છે. પાડાના 0.25 ML સીમનની કિંમત આશરે રૂપિયા 500 છે.

14 ફૂટ લાંબો અને 6 ફૂટ ઉંચાઈ ધરાવતો આ ભીમકાય પાડાનો વજન આશરે 1500 કિલો છે. ભીમ પાડાના વજનમાં બે વર્ષમાં 200 કિલો અને કિંમતમાં ત્રણ કરોડનો વધારો થયો છે. પુષ્કર મેળામાં જ્યારે ભીમને બીજી વખત 2019માં લાવવામાં આવેલો ત્યારે તેનો વજન 1300 કિલો હતો. જ્યારે અત્યારે તેનો વજન વધીને 1500 કિલો સુધી પહોંચી ગયો છે.

Niraj Patel