આજનું રાશિફળ : 23 જૂન શુક્રવાર, આજના દિવસે 7 રાશિના જાતકોનો થવા જઈ રહ્યો છે ભાગ્યોદય, જાણો કેવો રહેશે તમારો દિવસ

Daily Horoscope: જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકશાન પણ થઈ શકે છે.

1. મેષ – અ, લ ,ઈ (Aries): આજનો દિવસ તમારા માટે અસ્થિર રહેશે. તમે શારીરિક અને માનસિક પીડાથી પરેશાન રહેશો. કોઈ કામ કરવાનું મન નહિ થાય. તમારે વ્યવસાયિક કામ માટે બહાર જવું પડી શકે છે. મુસાફરી દરમિયાન સાવચેત રહો. બિઝનેસમાં નવા કામની શરૂઆત અત્યારે ન કરવી.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આજે તમારો સમય સારો રહેશે. અચાનક ધનલાભ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં માન-સન્માન મળશે. વેપાર-ધંધામાં નવી ભાગીદારીથી કોઈ મોટું કામ શરૂ થઈ શકે છે. પ્રિયજનોનો પ્રેમ અને સહકાર પ્રાપ્ત થશે. પત્નીના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. આજે તમને સામાજિક ક્ષેત્રમાં માન-સન્માન મળશે. અટકેલા કામ પૂરા થશે. વહીવટી કામમાં લાગેલા લોકોને પ્રમોશન મળી શકે છે. પરિવાર અને મિત્રોનો સહયોગ મળશે. આવકમાં વધારો થવાની સંભાવના રહેશે.

4. કર્ક – ડ, હ (Cancer): જો તમે આજે બહાર ફરવા જાવ તો સાવધાન રહો. આજે કોઈ નવું વાહન વગેરે ખરીદશો નહીં. પરિવારમાં કોઈના સ્વાસ્થ્યને લઈને તમે ચિંતિત રહેશો. વધારે કામના કારણે શારીરિક પીડા અને તણાવ રહેશે. વ્યાપારમાં ધ્યાનપૂર્વક વિચાર્યા પછી જ નાણાંનું રોકાણ કરો.

5. સિંહ – મ, ટ (Leo): આજે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે, ડૉક્ટરની સલાહ પર ચાલશો તો સારું રહેશે. વાહન વગેરે ચલાવતી વખતે સાવધાની રાખો. કાર્યક્ષેત્રમાં આજે કોઈની સાથે મોટો વ્યવહાર ન કરો. કેટલાક જૂના વિવાદને કારણે માનસિક ચિંતા રહેશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આજે તમારા ચહેરા પર ખુશી જોવા મળશે. આજે તમે કાર્યક્ષેત્રમાં કરેલી મહેનતમાં સફળતા જોશો. વ્યવસાયમાં કોઈની ઉપર વધુ પડતો વિશ્વાસ કરવો તમારા માટે જોખમી બની શકે છે. તમને તમારા જ લોકોનો સહયોગ મળશે. કોઈ જૂના વિવાદનો અંત આવશે.

7. તુલા – ર, ત (Libra): આજનો દિવસ તમારા માટે સારો રહેશે. નવી વસ્તુ ખરીદી શકો છો. સ્વાસ્થ્યમાં સુધારો થશે. પરિવાર અને સમાજમાં માન-સન્માન વધશે. વેપારમાં નવી ભાગીદારી સાથે તમે કોઈ મોટું કામ શરૂ કરી શકો છો. પરિવારમાં શુભ કાર્યક્રમો થશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વાહન વગેરે ચલાવતી વખતે સાવધાની રાખો નહીંતર અકસ્માતનો ભોગ બની શકો છો. કોઈ પરિચિત વ્યક્તિ તરફથી દુઃખદ સમાચાર મળી શકે છે. પારિવારિક જીવનમાં પ્રિયજનો સાથે મતભેદ થઈ શકે છે. વેપાર-ધંધામાં મોટું જોખમ ન લેવું. તમારા અને પત્નીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આજે તમારે બિનજરૂરી પરેશાનીઓમાંથી પસાર થવું પડશે. વાદ-વિવાદની સ્થિતિથી દૂર રહો. મન અશાંત રહેશે. કોઈ પ્રિય વ્યક્તિ તરફથી દુઃખદ સમાચાર મળી શકે છે. વેપારમાં નુકસાન થઈ શકે છે. આ સમયે કોઈ નવી વસ્તુ ખરીદવી સારી રહેશે નહીં.

10. મકર – જ, ખ (Capricorn): આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. કોર્ટ-કચેરી અને વહીવટી કાર્યોમાં સફળતા મળશે. જૂના વિવાદના અંત પછી મન પ્રસન્ન રહેશે. વેપાર-ધંધામાં કોઈ ખાસ વ્યક્તિના સહયોગથી નવા કામ મળશે, જેમાંથી લાભ પ્રાપ્ત થશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આજે તમે તમારા સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહી શકો છો, જેના કારણે તમારું મન બેચેન રહેશે. પરિવારના કોઈ સભ્યથી મનભેદ થઈ શકે છે. આજે તમે વાદ-વિવાદમાં ન પડો તો સારું રહેશે નહીં તો તમારે અપમાનનો સામનો કરવો પડી શકે છે. વેપારમાં ઉતાર-ચઢાવ રહેશે. આજે કામમાં અડચણ આવશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આજે વાહન વગેરે ચલાવતી વખતે સાવધાની રાખો. કોઈ ખાસ કામના કારણે સંબંધીઓ સાથે વાદ-વિવાદ થઈ શકે છે. વેપારમાં નવું રોકાણ અથવા નવી ભાગીદારી કાળજીપૂર્વક વિચાર્યા પછી જ કરો. નોકરીયાત વર્ગના અધિકારીઓ સાથેના સંબંધો બગડી શકે છે. પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય અચાનક બગડી શકે છે.

Niraj Patel