ખબર

22 વર્ષના યુવા 2 ગોલ્ડ અને 5 સિલ્વર મેડલ જીતનારા નેશનલ બોક્સરનું અચાનક થયું દુઃખદ મોત, પિતાએ નોંધાવી ફરિયાદ

22 વર્ષના નેશનલ બોક્સર કુલદીપ સિંહનું આ કારણે મોત, ચેતી જજો બગડેલી યુવા પેઢી આ કિસ્સો જોઈને

દેશભરમાં નશાની ચપેટમાં યુવાધન આવી રહ્યું છે. નશાના રવાડે ચઢી ગયેલા ઘણા યુવાનો અલગ અલગ પ્રકારનો નશો કરતા હોય છે, તો ઘણા યુવાનો ડગનો પણ નશો કરતા હોય છે અને ઘણીવાર ડગના ઓવરડોઝના કારણે તેમના મોત પણ થતા હોય છે, ત્યારે હાલ એવા જ નેશનલ ખેલાડીનું ડગના ઓવરડોઝના કારણે મોત થયું છે.

બોક્સર કુલદીપ સિંહે આઠ વર્ષની કારકિર્દીમાં પાંચ સિલ્વર અને બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. કોચ હરદીપ સિંહ બ્રારના જણાવ્યા અનુસાર, કુલદીપ ખૂબ જ આશાસ્પદ અને તીક્ષ્ણ મનનો હતો. પરંતુ તે નશા તરફ કેવી રીતે ગયો તે કોયડો જ રહ્યો. કુલદીપ લગભગ આઠ વર્ષ પહેલા બોક્સિંગ શીખવા માટે તેની એકેડમીમાં આવ્યો હતો. તેમણે અનુમાન લગાવ્યું હતું કે એક દિવસ પંજાબ અને દેશનું નામ રોશન કરશે. પરંતુ હવે બોક્સર કુલદીપ સિંહનું મોત ડગના ઓવરડોઝને કારણે થયું છે. તે પંજાબના ભટિંડાનો રહેવાસી હતો.

ગઈકાલે રાત્રે તલવંડી સાબોના ખેતરમાંથી આ ખેલાડીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. માહિતી મળતાની સાથે જ પોલીસે કુલદીપ સિંહના મૃતદેહને કબજામાં લીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે કુલદીપ સિંહનું મોત ડગના ઓવરડોઝને કારણે થયું હતું અને તેના શરીર પાસે ઈન્જેક્શન પણ મળી આવ્યા હતા.

કોચ હરદીપ સિંહે જણાવ્યું કે જ્યારે બોક્સર કુલદીપ સિંહના પરિવારના સભ્યોએ અંતિમ સંસ્કાર દરમિયાન તેને સ્નાન કરાવવાનું શરૂ કર્યું તો તેઓએ જોયું કે તેની બાજુ પર સિરીંજના ઘણા નિશાન હતા. કોચે જણાવ્યું કે કુલદીપ સિંહને ડગની લત નથી, પરંતુ તેણે ક્યારે અને કોની કંપનીમાં ડગ લેવાનું શરૂ કર્યું તેની કોઈ માહિતી નથી. તેમણે જણાવ્યું કે પરિવારને ખબર પડી કે એક યુવક તેની સાથે ઘણી વખત જોવા મળ્યો હતો. આ અંગે જાણ થતાં જાણવા મળ્યું કે યુવક નશાનો વ્યસની છે. ત્યારે હવે મૃતકના પિતાની ફરિયાદના આધારે એક વ્યક્તિ ઉપર કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.