22 વર્ષ યુવકને થઇ ગયો 40 વર્ષીય મહિલા સાથે પ્રેમ, અને પછી પ્રેમીએ તેની જ પ્રેમિકાની આ કારણે કરી નાખી હત્યા, કારણ જાણીને હોશ ઉડી જશે

એવું કહેવાય છે કે પ્રેમ નાત જાત અને ઉંમર નથી જોતા, તેના જ કારણે ઉંમરમાં ઘણું મોટું અંતર હોવા છતાં પણ  લોકો એકબીજા સાથે પ્રેમ કરી બેસે છે. પરંતુ આવા પ્રેમ ઘણી વાર મુશ્કેલી રૂપ પણ સાબિત થાય છે. આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે, જેમાં એક 22 વર્ષના પ્રેમીએ પોતાની 40 પ્રેમિકાની હત્યા કરી નાખી છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે)

દિલ્હીના દ્વારકા વિસ્તારમાં રહેવા વાળા 22 વર્ષના એક કેબ ચાલકે તેની પ્રેમિકાનું ગળું કાપીને હત્યા કરી નાખી છે. જેના ગુન્હામાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીને શંકા હતી કે તેની પ્રેમિકાનો કોઈ અન્ય વ્યક્તિ સાથે પણ સંબંધ છે. જેના કારણે તેને પ્રેમિકાની હત્યા કરી નાખી.

પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે દ્વારકા સેક્ટર 19ના અંબરાહી ગામની અંદર શનિવારે 40 વર્ષીય મહિલાની તેના ઘરે હત્યા કરી દેવામાં આવી હતી. પોલ્કીસ જણાવ્યા કે આરોપી કૃષ્ણ છેલ્લા 5 વર્ષથી મહિલા સાથે સંબંધમાં હતો. તે મહિલાના દિયરનો મિત્ર હતો અને તેના દ્વારા તે મહિલાના સંપર્કમાં આવ્યો હતો.

એક વરિષ્ઠ પોલીસ અધિકરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે શનિવારના રોજ ઘટનાની જાણકરી મળી. તેમને જણાવ્યું કે ઘટના સ્થળે પહોંચવા ઉપર પોલીસને મહિલાનું શબ મળ્યું. જેનું ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. તેમને જણાવ્યું કે મહિલાનું કોલ રેકોર્ડની તપાસ કરવામાં આવી. તો અમને જાણવા મળ્યું કે તે મહિલા કૃષ્ણ સાથે સંપર્કમાં હતી.

પોલીસ ઉપયુક્ત સંતોષ કુમાર મીણાએ જણાવ્યું કે હત્યાનો મામલો દાખલ કરી લેવામાં આવ્યો છે અને ટેક્નિકલ સર્વીલોન્સનો ઉપયોગ કરીને ઘટના સંબંધીમાં સોમવારના આરોપીની ઓળખ લગાવવામાં આવી અને તેની ધરપકડ કરી લેવામાં આવી.

પોલીસે જણાવ્યું કે પુછપરછમાં કૃષ્ણએ મહિલાએ હત્યાની વાત કબૂલી લીધી છે. તેને જણાવ્યું કે તેને મહિલાને મારવા માટેનો નિર્ણય એટલા માટે કર્યો કે તેને શંકા હતી કે તે કોઈ બીજા સાથે સંબંધમાં હતી. પોલીસ જણાવ્યું કે હત્યાની અંદર ઉપયોગમાં લેવામાં આવેલ હથિયાર પણ નથી મળ્યું આવું. તેમને જણાવ્યું કે મૃતક મહિલાના બે બાળકો પણ છે.

Niraj Patel