55 વર્ષનો આધેડ નોકર 22 વર્ષની સુંદર શેઠાણીને પટાવી ગયો, લવ સ્ટોરી સાંભળીને માથું દીવાલમાં પછાડી દેશો

4 લાખ રૂપિયા કમાતી શેઠાણીએ 55 વર્ષના કાકા સાથે કર્યા લગ્ન, પહેલી મુલાકાત વિશે જાણીને અચંબામાં પડી જશો ખરેખર આવું પણ થાય…

એવું કહેવાય છે કે પ્રેમને કોઈ બંધનો નડતા નથી હોતા, પ્રેમના બીજ ગમે ત્યાં અને ગમે ત્યારે ઉગી નીકળે છે. આજના સમયમાં પ્રેમમાં ઉંમરના બંધનો પણ નડતા નથી ના સમાજના બંધનો નડે છે. લોકો પ્રેમ થતા જ એકબીજામાં ખોવાઈ જાય છે અને બધા જ બંધનો તોડીને એકબીજા સાથે લગ્ન પણ કરી લેતા હોય છે.

આવી ઘણી પ્રેમ કહાનીઓ તમે સાંભળી અને જોઈ હશે જેમાં કેટલાય પ્રેમીઓ ઉંમરના બંધન તોડીને એક બીજા સાથે જીવનભર રહેવાનો નિર્ણય કરી ચુક્યા હોય છે ત્યારે હાલ એક 55 વર્ષના નોકર અને 22 વર્ષની શેઠાણીની પ્રેમ કહાની સામે આવી છે. આ લવસ્ટોરીમાં 22 વર્ષની છોકરી તેના 55 વર્ષના નોકરના પ્રેમમાં પડી જાય છે. જે બાદ બંને લગ્ન કરી લે છે. આ બંનેની ઉંમરમાં લગભગ 33 વર્ષનો લાંબો તફાવત છે. છોકરીનું નામ આલિયા છે જ્યારે છોકરાનું નામ રફીક છે. પ્રારંભિક મુલાકાતમાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો એટલો મોટો હતો કે આલિયાએ રફીકને થપ્પડ પણ મારી હતી પરંતુ બાદમાં તેમનો ઝઘડો પ્રેમમાં બદલાઈ ગયો હતો.

તમને જણાવી દઈએ કે આ અનોખી લવ સ્ટોરી ધરાવતા કપલની સ્ટોરી પાકિસ્તાની યુટ્યુબર સૈયદ બાસિત અલીએ લોકો સાથે શેર કરી હતી. રફીક અને આલિયા એક રિક્ષામાં મળ્યા, તે દરમિયાન તે રિક્ષામાં એક અન્ય છોકરો હતો જે આલિયાને જોઈ રહ્યો હતો.

રફીકે પહેલા તે છોકરાને સમજાવ્યો અને પછી તેને ખૂબ માર માર્યો. આ પછી રફીકે આલિયાને જોઈ અને આલિયાએ તેને થપ્પડ મારી દીધી. ત્યારબાદ રફીક આલિયાના ઘર સુધી તેની પાછળ ગયો અને પાછો આવ્યો. ઘરે આવવા-જવાનો પ્રવાસ ઘણા દિવસો સુધી ચાલુ રહ્યો.

રફીકે એકવાર આલિયાના ઘરે નોકરી માંગી તો તેણે કહ્યું કે તે સારું ભોજન બનાવે છે. આ સાથે તે ઘરના તમામ કામ પણ કરે છે. એક દિવસ આલિયાની માંગ પર રફીકે તેના માટે હાંડી મટન બનાવ્યું. આલિયાને પહેલા રફીકના મટન સાથે પ્રેમ થયો હતો. આ પછી તેને રફીક સાથે પ્રેમ થઈ ગયો. તમને જણાવી દઈએ કે રફીક ઘરના તમામ કામ કરે છે અને આલિયા ઘરનો ખર્ચો સંભાળે છે.

Niraj Patel