ગણેશ મંદિર પર હુમલો કરનાર 22 લોકોને કોર્ટે આપી એવી સજા કે હવે બીજી વાર આવું કૃત્ય કરતા 100 વાર વિચારશે- જાણો મામલો

પાકિસ્તાનમાં મંદિરમાં તોડફોડ કરનારી 22 આરોપીઓને 5-5 વર્ષની જેલ, 62 આરોપીઓ નિર્દોષ છૂટ્યા

ગયા વર્ષે પંજાબ પ્રાંતમાં એક હિંદુ મંદિર પર હુમલો કરવા અને તોડફોડ કરવા બદલ બુધવારે 22 લોકોને સજા સંભળાવવામાં આવી હતી. કોર્ટે 22 દોષિતોને 5 વર્ષની જેલની સજા ફટકારી છે. આ કેસમાં અન્ય 62 આરોપીઓને કોર્ટે છોડી દીધા છે. જણાવી દઈએ કે લાહોરથી 590 કિલોમીટર દૂર રહીમ યાર ખાન જિલ્લાના ભોંગ શહેરમાં સ્થિત એક ગણેશ મંદિર પર હુમલાખોરોએ હુમલો કર્યો હતો અને આ મામલે કાર્યવાહી કરતા 84 આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ગયા અઠવાડિયે આ કેસની સુનાવણી પૂર્ણ થઈ હતી.કોર્ટના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે આતંકવાદ વિરોધી કોર્ટના જજ નાસિર હુસૈને આ ચુકાદો આપ્યો છે.

ન્યાયાધીશે 22 આરોપીઓને 5 વર્ષની જેલની સજા ફટકારી હતી અને 62 અન્ય આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી દીધા હતા. ગણેશ મંદિર પર હુમલાખોરો વાંસ, લાકડીઓ અને હથિયારો લઈને આવ્યા હતા. ત્યારે મંદિરમાં તૈનાત પોલીસકર્મીઓ પર પહેલા હુમલો કરવામાં આવ્યો હતો અને પછી મંદિરમાં તોડફોડ કરી હતી અને મંદિરને બાળી નાખ્યું હતું. તોફાનીઓએ મંદિરને અપવિત્ર કરવા માટે મૂર્તિઓ, દિવાલો, દરવાજા અને ઇલેક્ટ્રિકલ ફિટિંગને પણ નુકસાન પહોંચાડ્યું હતું. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના આદેશ પર સરકારે પહેલા શંકાસ્પદો પાસેથી 10 લાખ પાકિસ્તાની રૂપિયાનું વળતર વસૂલ્યું.

કોર્ટના આદેશ પર તત્કાલિન ઇમરાન ખાન સરકારે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ભારત સરકાર સહિત પાકિસ્તાનની સંસદે પણ આ હુમલાની નિંદા કરી હતી. ગયા વર્ષે પંજાબ પ્રાંતમાં મંદિર પર હુમલો કરવા બદલ પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલત (ATC) એ 22 લોકોને પાંચ વર્ષની જેલની સજા ફટકારી છે. જુલાઈ 2021માં એક આઠ વર્ષના હિંદુ છોકરા પર કથિત રૂપે એક મુસ્લિમ સેમિનરીને અપમાનિત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેના પગલે મુસ્લિમ સંગઠનો લાહોરથી લગભગ 590 કિમી દૂર રહીમ યાર ખાન જિલ્લાના ભોંગ શહેરમાં ગણેશ મંદિરમાં ભેગા થયા હતા. સેંકડો લોકોએ હુમલો કર્યો હતો.

આ દરમિયાન 84થી વધુ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી, જેમાંથી 22 લોકોને કોર્ટે સજા સંભળાવી હતી અને બાકીના 62 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે હિંદુ સમુદાયના સભ્યોને અપમાનિત કરવાની ઘટનાથી કેવી માનસિક વેદના થાય છે તેની કલ્પના કરો. પાકિસ્તાનની સંસદે પણ મંદિર હુમલાની નિંદા કરતો ઠરાવ પસાર કર્યો હતો. જજ ચુકાદો સંભળાવે તે પહેલા તમામ શકમંદોને નવી સેન્ટ્રલ જેલ બહાવલપુરમાંથી કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં લાવવામાં આવ્યા. અધિકારીએ જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષે ફૂટેજના રૂપમાં સંબંધિત પુરાવા રજૂ કર્યા બાદ અને સાક્ષીઓ સામે જુબાની આપ્યા બાદ કોર્ટે 22 આરોપીઓને સજા ફટકારી હતી.

Shah Jina