શું તમે પણ 2000ની નોટોને સાચવી રાખી છે ? તો આ ખબર જરૂર વાંચો, ધીમે ધીમે બજારમાંથી ગાયબ થઇ રહી છે 2000ની નોટ, જાણો કારણ

જો તમારી પાસે 2000 ની નોટ હોય તો જલ્દી વાંચજો આ માહિતી…

દેશભરમાં નોટબંધી સમયે હાહાકાર મચી ગયો હતો. 500 અને 1000ની નોટ બંધ થયા બાદ બજારની અંદર 2000 રૂપિયાની ચલણી નોટ આવી હતી. પરંતુ હવે 2000 રૂપિયાની નોટ પણ ધીમે ધીમે બજારમાં ઓછી થતી જોવા મળી રહી છે. આ વાતનો સ્વીકાર ખુદ સરકારે પણ કર્યો છે.

રાજ્યના નાણામંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં આ વાતની જાણકારી આપી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ વર્ષે નવેમ્બરમાં 2000ની નોટોની સંખ્યા ઘટીને 223.3 કરોડ એટલે કે કુલ નોટોનો 1.75 રહી ગઈ છે. જયારે આ સંખ્યા માર્ચ 2018માં 336.3 કરોડ હતી. જો કે 500ની નોટોની સંખ્યા પ્રયાપ્ત બનેલી છે.

રાજ્યના નાણાં મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે સરકાર વિશેષ મૂલ્યની બેંક નોટ છાપવાનો નિર્ણય લે છે અને આ માટે ભારતીય રિઝર્વ બેંકની સલાહ લેવામાં આવે છે. જનતાને કઈ નોટોની વધુ જરૂર છે તે ધ્યાનમાં લઈને નોટોનું સરક્યુલેશન નક્કી કરવામાં આવે છે. આ સિવાય મંત્રી કૈલાશ ચૌધરીએ કહ્યું કે 31 માર્ચ 2018ના રોજ 2000 રૂપિયાની 336.3 કરોડ નોટ ચલણમાં હતી. જ્યારે 26 નવેમ્બર 2021ના રોજ તેની સરખામણીમાં 2233 MPC કાર્યરત હતી.

મંત્રીએ સંસદમાં માહિતી આપી હતી કે 2018-19 થી નોટ માટે કરન્સી પ્રિન્ટિંગ પ્રેસ પાસે કોઈ માંગ કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે નોટબંધી પછી 2000 રૂપિયાની નોટોનું ચલણ ઘટી ગયું છે કારણ કે 2018-19માં નોટ છાપવા માટે કોઈ નવો ઈન્ડેન્ટ મૂકવામાં આવ્યો નથી.

તમને જણાવી દઈએ કે 8 નવેમ્બર 2016ના રોજ સરકારે કાળા નાણાને રોકવા માટે નોટબંધીનો નિર્ણય લીધો હતો અને આ દરમિયાન 500 અને 1000ની નોટો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નોટબંધી પછી 2000 અને 500 રૂપિયાની નોટોની નવી શ્રેણી રજૂ કરવામાં આવી હતી.

Niraj Patel