શેરડીના ખેતરમાંથી ગામના લોકોને અચાનક મળી ગઈ 2000 અને 500ની નોટો, પણ પછી થયું એવું કે માથે હાથ દઈને રડવા લાગ્યા ગ્રામજનો

એવું કહેવાય છે કે જયારે માણસનું કિસ્મત સાથ આપે ત્યારે માટી પણ સોનુ બની જાય છે, પરંતુ જયારે કિસ્મત સારી ના હોય ત્યારે સોનુ પણ માટી બનતા વાર નથી લાગતી. આવું જ કંઈક ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં જોવા મળ્યું. જ્યાં શેરડીના ખેતરમાં 2000 અને 500ની ઢગલાબંધ નોટો મળી.

શેરડીના ખેતરમાં નોટો મળવાની જાણકારી મળવાની સાથે જ ગ્રામજનો ખેતરમાં પહોંચ્યા અને વિખેરાયેલી નોટો વીણવા માટે લૂંટ મચી ગઈ. આ બાબતની સૂચના પોલીસને મળતા પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ અને  ગ્રામજનો પાસેથી બધી જ નોટો પોતાના કબ્જામાં લઇ લીધી અને મામલાની તપાસ શરૂ કરી.

પોલીસના જણાવ્યા પ્રમાણે હાટા કોતવાલી ક્ષેત્રના મોહમદા જમીન સિકટિયા ગામના શેરડીના ખેતરમાંથી કુલ 1.15 લાખ રૂપિયાની રકમ મળી છે. ગ્રામજનોએ પોલીસને જણાવ્યું કે ગામના રહેવાસી સીતારામના ખેતરમાં મજૂરો શેરડી કાપી રહ્યા હતા. ત્યારે જ ખેતરમાં કપડાંની ફાટેલી થેલીમાં મજૂરોને 500 અને 2000 રૂપિયાનો નોટો દેખાઈ.

તે મજુરે બૂમો પડતા બીજા મજૂરો પણ નોટો લેવા માટે હોડ મચાવી દીધી. આ વાતની જાણકારી મળતા ગામલોકો પણ ખેતરમાં પહોંચ્યા. એક ગ્રામજને પોલીસને આની સૂચના આપી દીધી.

પોલીસને સૂચના મળવા ઉપર સવારે તે ગામમાં પહોંચ્યા ત્યાં સુધી બધી જ નોટો સાચવીને રાખી હતી. પોલીસ ત્યાં પહોંચી ત્યારે ગામના લોકોએ ભેગા કરેલા 1.15 લાખ રૂપિયા પોલીસને સોંપી દીધા. તેમને તાત્કાલિક એસીપીને આ વાતની જાણકારી આપી. પોલીસનું કહેવું છે કે નોટ દેખાવમાં અસલી લાગી રહ્યા હતા. હવે એ તપાસ ચાલી રહી છે કે આ નોટ ખેતરમાં કેવી રીતે પહોંચી.

Niraj Patel