ગુજરાતમાં હાર્ટ એટેકે લીધો વધુ એક 20 વર્ષ યુવકનો ભોગ, પોલીસ ભરતીની કરતો હતો તૈયારી, અચાનક દુઃખાવો ઉપડ્યો અને પછી….

20 year old student dies of heart attack : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ખાસ કરીને યુવાનો હાર્ટ એટેકનો ભોગ બનતા જોવા મળી રહ્યા છે. રોજ બરોજ કોઈને કોઈ યુવકનું હાર્ટ એટેકથી મોત થતું હોવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે હાલ તાજો મામલો અમરેલીમાંથી સામે આવ્યો છે, જ્યાં પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા એક 20 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત તથા જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યો હતો યુવક :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ જસદણના કડુકા ગામનો રહેવાસી રવિ વકાતરા નામનો એક 20 વર્ષીય વિદ્યાર્થી પોલીસ ભરતીની તૈયારી કરવા માટે બે દિવસ પહેલા જ અમરેલીના બાબરાના ગોપાલક છત્રાલયમાં આવ્યો હતો. ત્યાં રહીને તે સરકારી ભરતીની તૈયારી કરી રહ્યો હતો. જ્યાં રવિને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા જ તેને છત્રાલયમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓ સરળ માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા.

પરિવારમાં છવાયો માતમ :

પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તેને મૃત કહેર કર્યો હતો. રવીના મોતથી છત્રાલયમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો હતો અને અન્ય વિદ્યાર્થીઓ પણ ગભરાઈ ગયા હતા. ત્યારે રવીના પરિવારજનોને પણ તેના નિધનના સમાચાર મળતા જ શોકનો માહોલ વ્યાપી ગયો હતો. ત્યારે આ મામલે પોલીસે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.ત્યારે રાજ્યમાંથી સતત યુવાનોના હાર્ટ એટેકથી મોત થવાની ઘટનાઓએ પણ ચિંતામાં વધારો કર્યો છે.

Niraj Patel