ખબર

અમદાવાદમાં કોરોનાને લઈને આવ્યા વધુ એક ભયંકર સમાચાર

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર વધતો જઇ રહ્યો છે અને કોરોનાના નવા કેસો સતત ધ જઇ રહ્યા છે ત્યારે કોરોનાના વધતા કહેર વચ્ચે અમદાવાદમાં ખાનગી કોવીડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદના એક તબીબના અહેવાલથી અમદાવાદીઓનું ટેન્શન ચોક્કસથી વધી જશે.

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદમાં દિવસને દિવસે કોરોનાની સ્થિતિ ઘાતક બની રહી છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના 602 કેસ નોંધાયા તેમજ અમદાવાદ સિવિલમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં 400 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

પ્રતિકાત્મક તસવીર

બી.જે. મેડિકલ કોલેજના ડીન પ્રણય શાહે જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયમાં પોઝિટિવિટી રેશિયો ખૂબ વધ્યો છે. છેલ્લા બે અઠવાડીયાથી કોરોનાના કેસો ખૂબ વધ્યા છે. હાલ લેવાઈ રહેલા 100 સેમ્પલમાંથી 20 ટકા રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે.

પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં અત્યાર સુધી 2 લાખ 86 હજાર 577 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 12 હજાર પાર કરી ગયો છે. જેમાંથી 149 લોકો વેન્ટિલેટર પર અને 11892 લોકો સ્ટેબલ છે.