ખબર

સુરતમાં અમરોલીમાં કાર ચાલકની બેદરકારીના લિધે આજે આ-બાપની પોતાની વ્હાલસોઈ દીકરી ખોઈ બેઠા, ખુબ દર્દનાક મોત મળ્યું માસુમને…

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણીવાર અકસ્માતમાં કેટલાક માસૂમ અને નિર્દોષ લોકો પણ મોતને ભેટતા હોય છે. ત્યારે છેલ્લા ઘણા સમયમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. હાલમાં સુરતમાંથી એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં વરિયાવ રોડ ખાતે એક કારચાલકે કાર રિવર્સ લેતા બે વર્ષની બાળકી કચડાઇ હતી અને તેનું મોત નિપજ્યુ હતુ. ઓરેન્જ રેસિડેન્સીની બાંધકામ સાઈટ પર કાર રિવર્સમાં લેતી વેળાએ કારચાલકે બાળકીને અડફેટે લીધી હતી

અને જે બાદ તેને સારવાર હેઠળ સ્મીમેર હોસ્પિટલ ખસેડાઈ હતી. અહીં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ મામલે અમરોલી પોલીસે ગુનો નોંધી કારચાલકની ધરપકડ કરી હતી. સુરતના અમરોલી વિસ્તારમાં વરિયાવ રોડ પર આવેલ ઓરેન્જ રેસિડન્સી પાસે બાંધકામ સાઈટ પર 2 વર્ષની બાળકી ખુલ્લી જગ્યામાં રમી રહી હતી અને તેના માતા-પિતા બાંધકામ સાઈટ પર જ કામ કરી રહ્યા હતા. ત્યારે એક કાર ચાલકે કાર રિવર્સ લેતી વખતે બે વર્ષની માસુમ બાળકીને અડફેટે લીઘી હતી

અને તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાની સાથે જ અમરોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર ચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસે બાળકીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજેશ વસુનિયા મૂળ મધ્યપ્રદેશના વતની છે અને તેઓ સુરતમાં કામ કરે છે. તેઓ પરિવાર સાથે વરિયાવ ખાતે આવેલી ઓરેન્જ રેસિડેન્સી નામની બાંધ કામ સાઈટ પર કામ કરી ત્યાં જ રહે છે.

રાજેશની પુત્રી અંકિતા બાળકો સાથે ઓરેન્જ રેસિડેન્સીની બાંધકામ સાઈટ પાસે રમી રહી હતી, આ દરમિયાન રિવર્સમાં આવતી કારના ચાલક પિયુષ ડોબરીયાએ અંકિતાને અડફેટે લીધી અને તેને કચડી નાખ્યા બાદ તેનો પરિવાર દોડતો થઈ ગયો હતો. સાઇટ પર કામ કરતા શ્રમજીવી પણ ભેગા થઈ ગયા હતા. આ ઉપરાંત આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ અમરોલી પોલીસને થતા તે પણ દોડતી થઈ ગઈ હતી.