આવો અને સાડી લઇ જાવો…શોરૂમમાં લાગ્યો સેલ, સાડીના સેલમાં ઉમટેલી મહિલાઓ અચાનક બાથમબાથી પર ઉતરી- વીડિયો થયો વાયરલ

એક સાડી બે મહિલાને પસંદ આવી ગઈ તો બાથંબાથી કરી, એકબીજાને લાફા છોડ્યા, જુઓ વીડિયો

Women Fight Over For Saree : સીઝનના અંતમાં લાગનાર સેલમાં ભારે છૂટવાળી કિંમતમાં આઇટમ મેળવવાની લગભગ દરેક કોઇ રાહ જોતા હોય છે. ક્યારેક ક્યારેક એવું પણ થાય છે કે એક જ સામાન બે લોકોને પસંદ આવે છે, એવામાં એકને કોમ્પ્રોમાઇઝ કરવું પડતુ હોય છે. પણ હાલમાં એક વીડિયો સામે આવ્યો છે, જે જોયા બાદ તમે સેલ લાગેલ કોઇ જગ્યાએ જતા પહેલા બે વાર વિચારશો. આ વીડિયોમાં બે મહિલાઓ હિંસક રીતે એકબીજા સાથે હાથાપાઇ કરતા કેપ્ચર થઇ.

આ વીડિયો બેંગલુરુમાં (bengaluru) આયોજિત એક વાર્ષિક સેલનો (saree sale) હોવાનું કહેવાય છે. વાયરલ વીડિયોમાં બે મહિલાઓ એકબીજાને થપ્પડ મારતી અને એકબીજાના વાળ ખેંચતી જોવા મળે છે, જ્યારે આખો હોલ સેલમાં સાડી ખરીદવા આવેલી મહિલાઓથી ભરેલો જોવા મળે છે. વાસ્તવમાં આ તમામ લોકો મૈસૂર (Mysore) સિલ્ક સાડીઓ પર ભારે ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે ભેગા થયા હતા. આ દરમિયાન બે મહિલાઓ વચ્ચે સાડીને લઈને બોલાચાલી થઈ હતી.

વીડિયોમાં બે મહિલાઓ ઝઘડતી જોઈ શકાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બંનેમાંથી કોઈ પણ મહિલા પીછેહઠ કરવા માટે તૈયાર ન હતી, ત્યારપછી લડાઈ એટલી વધી ગઈ કે બંનેએ એકબીજાના વાળ ખેંચી લીધા અને એકબીજાને થપ્પડ મારવા લાગ્યા. ત્યાં હાજર લોકોએ આ મહિલાઓને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે મામલો હાથ ન લાગ્યો, તો વીડિયોના અંતમાં તમે જોઈ શકો છો કે એક પોલીસકર્મી આ બંનેને અલગ કરી રહ્યો છે.

Shah Jina