...
   

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો ! રાજકોટમાં 2 બાળકીઓ સ્વિમિંગ પુલમાં ડૂબી જતા થયા દુઃખદ મોત, પરિવારમાં આક્રંદ

ભૂલકાંઓને એકલાં ન મૂકો! રાજકોટમાં 2 દીકરીઓના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી મોત, વાલીઓ માટે ચેતવણી સમાન કિસ્સો

2 girls drowned in swimming pool : નાના બાળકો ખુબ જ માસુમ હોય છે, ક્યારેક તે તેમની માસૂમિયતમાં કેટલીક એવી હરકતો પણ કરી બેસતા હોય છે જે તેમના માટે જીવલેણ પણ સાબિત થતી હોય છે, એવામાં નાના બાળકોનું ધ્યાન તેમના વાલીઓએ રાખવું પણ ખુબ જ જરૂરી બને છે, હાલ રાજકોટમાંથી સામે આવેલી એક ઘટના આ વાતની સાક્ષી બની છે જેમાં વાલીઓનું ધ્યાન જતા જ બે બાળકીઓ સ્વિમિંગ પુલમાં પડી અને તેમાં ડૂબી જવાના કારણે બંનેના મોત નિપજ્યા.

આ ઘટના સામે આવી છે રાજકોટના રૈયા ગામ નજીક શિલ્પન ઓનેક્સ નામની બિલ્ડિંગમાં આવેલા સ્વિમિંગ પૂલમાં નેપાળી પરિવારની બે દીકરોના ડૂબી જવાના કારણે મોત નિપજ્યા છે. બંને દીકરીઓની ઉંમર 3-3 વર્ષની હોવાનું પણ સામે આવ્યું છે, બાળકીઓના મોતના કારણે પરિવારમાં પણ માતમ છવાઈ ગયો હતો, પરિવારના આક્રંદ વચ્ચે માહોલ પણ ગમગીન બની ગયો હતો.

બાળકીઓના નામ પ્રકૃતિ ગોકુલ ચાંદ અને મેણુકા પ્રકાશ સિંઘ હોવાનું સામે આવ્યું છે, ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ પણ હાથ ધરી છે. આ ઘટનાના થોડા મહિનાઓ અગાઉ પણ નેપાળી પરિવારના એક પુત્રનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું.

(પ્રતીકાત્મક તસવીર)

ત્યારે આવી ઘટના વાલીઓ માટે પણ લાલબત્તી સમાન બની છે. થોડા દિવસ પહેલા જ રાજકોટમાં થયેલ ગેમઝોનની ઘટનાએ લોકોને ધ્રુજારી છોડાવી દીધી હતી, ત્યારે આ બે બાળકીઓના મોતને લઈને પણ લોકોમાં ઉહાપો મચી ગયો છે. ત્યારે વાલીઓએ પણ પોતાના બાળકોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.

Niraj Patel