બે યુવતીઓએ રોડ પર જ ટેક્સી ડ્રાઈવરને લાત અને ઘુસા મારવા લાગી, ટેક્સી ડ્રાઈવરે બહાર નીકળીને કર્યું એવું કે… જુઓ વીડિયો

ઇન્ટરનેટ પર કઈ ઘટના ક્યારે વાયરલ થઇ જાય એ કોઈ નથી જાણતું. ઘણીવાર કેટલીક ઘટનાઓ એવી પણ હોય છે જે વાયરલ થવાની સાથે સાથે ચર્ચામાં પણ આવી જાય છે. ઘણીવાર રોડ પરથી મારામારીના દૃશ્યો પણ સામે આવતા હોય છે તો ઘણી મહિલાઓ કોઈને વાંક ગુન્હા વગર પણ મારતી જોવા મળતી હોય છે.

તમને પેલી લખનઉની થપ્પડ ગર્લ તો યાદ જ હશે. જેને ચાર રસ્તા પર એક ટેક્સી ડ્રાઈવરને કૂદી  કૂદીને લાફા માર્યા હતા. ત્યાર બાદ આવી ઘણી થપ્પડ ગર્લના વીડિયો પણ વાયરલ થયા હતા. ત્યારે હાલ એવી જ બે યુવતીઓના વીડિયો વાયરલ થઇ રહ્યા છે જેમાં તે એક ટેક્સી ડ્રાઈવરને લાત અને ઘુસા દ્વારા માર મારતી જોવા મળી રહી છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રોડના કિનારે એક ટેક્સી ઉભી છે અને ટેક્સી ડ્રાઈવર અંદર જ બેઠેલો છે અને બે યુવતીઓ બહાર ઉભી રહી છે. તેમાંથી એક યુવતી કેબ ડ્રાઈવરને થપ્પડ મારે છે અને પછી બીજી યુવતી લાત પણ મારે છે. જેના બાદ કેબ ડ્રાઈવર પણ  ગુસ્સે ભરાય છે અને કેબની બહાર આવી જાય છે.

જેના બાદ એક યુવતી પોતાની બેગમાંથી મોબાઈલના ચાર્જરના વાયર જેવી કોઈ વસ્તુ કાઢે છે અને કેબ ડ્રાઈવરને મારવા લાગે છે, આ દરમિયાન બીજી યુવતી પણ કેબ ડ્રાઈવરને થપ્પડ મારી દે છે.  પરંતુ પછી કેબ ડ્રાઈવર ગુસ્સે ભરાયને થપ્પડ મારનારી યુવતી પર મુક્કા વરસાવવાનું શરૂ કરે છે. આ દરમિયાન બીજી યુવતી પાછળથી પથ્થર મારતી જોવા મળી રહી છે. આ ઘટના ક્યાંની છે તે હજુ સામે નથી આવ્યું.

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર રિચ ઠરકી નામના યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે, જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 22 હજારથી પણ વધારે લોકો લાઈક કરી ચુક્યા છે. આ ઉપરાંત લાખો લોકો વીડિયોને જોઈ ચુક્યા છે. ઘણા લોકો કોમેન્ટમાં યુવતીઓ પ્રત્યે પોતાનો રોષ પણ ઠાલવી રહ્યા છે. વીડિયોના કેપશનમાં લખ્યું છે, “કોઈની અવગણના ના કરવી.”

 

View this post on Instagram

 

A post shared by RICH TORQUE (@richtorque)

Niraj Patel