ડી-માર્ટમાં ગયેલા યુવકે એવો ખરાબ કામ કર્યું કે સમાજમાં મોઢું સંતાડવાનો વારો..

ગુજરાતમાંથી અવાર નવાર ચોરીની ઘટના સામે આવે છે, જેમાં કેટલીકવાર હજારો લાખો રૂપિયાની તો કેટલીકવાર દાગીનાની તો કેટલીકવાર દુકાનમાંથી સામાનની ચોરી થતી હોય છે. ત્યારે સુરતના સરથાણા યોગીચોક સ્થિત ડી માર્ટમાંથી ચોરીની ઘટના સામે આવી હતી. બે યુવકો ખરીદીના બહાને આવ્યા હતા અને તેમણે કર્મચારીની નજર ચૂકવી 2120 રૂપિયાની મત્તાના ઘીના પાંચ પેકેટની ચોરી કરી હતી.

આ બે યુવાનને સ્ટોરના સંચાલકોએ ઝડપી પાડ્યા હતા અને પછી પોલીસને હવાલે કર્યા હતા.પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના સરથાણા યોગીચોક સાવલીયા સર્કલ ખાતે આવેલ ડી માર્ટમાં ગતસાંજે બે યુવાન ખરીદી માટે આવ્યા હતા અને તેમણે કર્મચારીની નજર ચૂકવી 2120 રૂપિયાના ઘીના પાંચ પેકેટની ચોરી કરી હતી. જો કે, તેઓ બહાર નીકળે એ પહેલા જ સ્ટોરના સંચાલકને જાણ થઇ ગઇ હતી અને તેમણે બંનેને ઝડપી પોલીસ હવાલે કર્યા હતા.

આ ચોરી કરનારાની ઓળખ શૈલેષભાઇ વડારિયા અને ભાર્ગવ વેશ્રાણી તરીકે થઈ હતી. જો કે, જણાવી દઇએ કે, આ બનાવ આજ-કાલનો નહિ પણ ઓક્ટોબર-2022નો છે. ત્યારે આ બનાવ અંગે સરથાણા પોલીસે સ્ટોર મેનેજરની ફરિયાદના આધારે ચોરી કરનારા બંને યુવકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.

Shah Jina