ફક્ત આટલા રૂપિયામાં સાઇકલ મળતી હતી ! બિલ જોઈને ઉડ્યા હોંશ, યાદ આવ્યો આત્મારામ ભીડેનો જમાનો- જાણો કિંમત
આજના સમયમાં મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે, એક સમયે જે વસ્તુઓ નજીવી કિંમતમાં મળતી હતી એના ભાવ આજે આસમાને પહોંચી ગયા છે, ત્યારે ઘણીવાર સોશિયલ મીડિયામાં જૂની વસ્તુઓના કેટલાક બિલની તસવીરો વાયરલ થતી હોય છે જેને જોઈને આપણી આંખો પર પણ વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. હાલ એવી જ એક સાઇકલના બિલની તસવીર પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.

થોડા દિવસ પહેલા એક રેસ્ટોરન્ટનું બિલ પણ વાયરલ થયું હતું જેમાં વર્ષ 1985નું રેસ્ટોરન્ટ બિલ હતું. આ 37 વર્ષ જૂના બિલે લોકોને ચોંકાવી દીધા હતા. આ બિલ પરથી ખબર પડી કે તે સમયે સારી રેસ્ટોરન્ટમાં પણ શાહી પનીર 8 રૂપિયામાં અને દાલ મખની 5 રૂપિયામાં મળતી હતી. લોકોએ આ બિલ પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી હતી. આનું પરિણામ એ આવ્યું કે હવે લોકોએ પોતાના ઘરમાં રાખેલા જૂના બિલ સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કરી દીધું.
હવે સોશિયલ મીડિયામાં વર્ષ 1934નું એક બિલ સામે આવ્યું છે,જે લગભગ 88 વર્ષ જૂનું છે. આ બિલ જોઈને લોકોને જૂના જમાનાની વાતો યાદ આવી રહી છે. યુઝર્સ સોશિયલ મીડિયા પર તેમના માતા-પિતા પાસેથી સાંભળેલી વાતો અને તેમની યાદો લખી રહ્યા છે. આ 88 વર્ષ જૂનું બિલ સાયકલ સ્ટોરનું છે. આ બિલ 7 જાન્યુઆરી 1934નું છે. બિલ પર દુકાનનું નામ કુમુદ સાયકલ વર્ક્સ લખેલું છે. બિલમાં સરનામું કોલકાતા લખેલું છે.

વાત કરીએ આ બિલમાં ખરીદેલી વસ્તુની, તો આ સાયકલનું બિલ છે. બિલમાં સાયકલની કિંમત માત્ર 18 રૂપિયા છે. લોકો કહે છે કે આજે 18 રૂપિયામાં પંચર પણ નથી બનતું અને તે સમયે આ કિંમતમાં સાયકલ આવતી હતી. આ બિલ જોઈને લોકોને તેમના જૂના દિવસો યાદ આવી ગયા. તો ઘણા લોકો આ બિલને તારક મહેતાના ભીડેના જમાનાનું બિલ પણ કહી રહ્યા છે.

બિલની અંદર સાયકલની સાથે લખ્યું છે, ‘લાઇટ + બેલ સાથે’. આ બતાવે છે કે સાઇકલમાં લાઇટ અને બેલ અલગથી ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા. આ 88 વર્ષ જૂનું સાયકલનું બિલ ફેસબુક યુઝર સંજય ખરેએ પોસ્ટ કર્યું છે. તેણે આ બિલના ફોટા સાથે લખ્યું, ‘એક સમયે સાયકલ એ મારા દાદાનું સપનું હશે… સાયકલના પૈડાની જેમ, સમયનું પૈડું કેટલું ફરી ચૂક્યું છે!’