આણંદની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહેલા 19 વર્ષના યુવકને ભરખી ગયો હાર્ટ એટેક, નાની ઉંમરમાં પરિવારના વ્હાલસોયાએ ગુમાવ્યો જીવ

વધુ એક દિલ ધબકારો ચુક્યો, આણંદમાં 19 વર્ષીય યુવકનું હાર્ટ એટેક આવતાં મોત

19-year-old youth died of a heart attack in Anand : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓમાં સતત વધી રહ્યા છે, જેમાં ખાસ કરીને યુવાનો હાર્ટ એટેકનો ભોગ બનતા હોવાનું પણ સામે આવે છે. રોજ બરોજ આવી કોઈને કોઈ ઘટના સામે આવતી હોય છે, જેમાં કોઈ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોય, ત્યારે હાલ એક ઘટના આણંદમાંથી સામે આવી છે, જેમાં એક 19 વર્ષના યુવકને હાર્ટ એટેક ભરખી ગયો. હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા આ વિદ્યાર્થીના મોતથી હોસ્ટેલમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.

19 વર્ષના યુવકનું મોત :

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર બાલાસિનોરમાં આવેલા વડદલા ગામનો રહેવાસી પિયુષ ચૌહાણ નામનો યુવક આણંદમાં અવાયેલા વલ્લભ વિદ્યાનગરની નર્સીંગ કોલેજમા અભ્યાસ કરતો હતો અને હોસ્ટેલમાં રહેતો હતો. ગતરોજ તેને અચાનક છાતીમાં દુખાવો શરૂ થઇ ગયો હતો, પરંતુ તેને યોગ્ય સારવાર મળે એ પહેલા જ તે મોતને ભટયો હતો. યુવકના મોતથી હોસ્ટલમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.

પરિવારમાં માતામ :

તો ફક્ત 19 વર્ષની ઉંમરમાં યુવકનું મોત થવાના કારણે તેના પરિવાર માથે પણ દુઃખોનું આભ તૂટી પડ્યું હતું અને વ્હાલસોયા દીકરાના મોતથી પરિવારમાં પણ આક્રંદ છવાયો છે. તો ગુજરાતમાંથી સતત સામે આવી રહેલા હાર્ટ એટેકના મામલાઓ પણ ચિંતાનો વિષય બન્યા છે, કોરોના બાદ હાર્ટ એટેકના મામલાઓમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

Niraj Patel