સુરતના 19 વર્ષિય યુવકને શોર્ટ વીડિયો બનાવવા જતા મળ્યુ મોત, આખો પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે

મોબાઈલમાં વીડિયો બનાવાના શોખીનો ચેતી જજો, સુરતમાં આ 19 વર્ષના દીકરાને મળ્યું દુનિયાનું સૌથી દર્દનાક મૃત્યુ, જાણો શું ભૂલ કરી

દેશ સહિત દુનિયાભરમાં લોકોને સોશિયલ મીડિયામાં ફેમસ થવાનો ચસ્કો લાગ્યો છે, ઘણીવાર સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં કેટલાક સગીર અથવા કેટલાક યુવકો પોતાનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે. સોશિયલ મીડિયામાં છવાઇ જવા માટે હાલ તો યુવાનો વચ્ચે શોર્ટ વીડિયોનું ચલણ ઘણુ વધ્યુ છે અને લોકો શોર્ટ વીડિયો દ્વારા ફેમસ થવા માટે અનેક તરકીબો અજમાવતા હોય છે. આના અનેક માઠા પરિણામ પણ ઘણીવાર સામે આવતા હોય છે. ત્યારે હાલ એક એવો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે, જેમાં એક 19 વર્ષિય યુવકનું શોર્ટ વીડિયો બનાવવાના ચક્કરમાં મોત થઇ ગયુ.

ઉલ્લેખનીય છે કે, ઘટનાની જાણ થતા જ પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. ઘટનાની વિગત તપાસીએ તો, સુરતના સિટી લાઈટ વિસ્તારમાં આવેલ કેનાલ વોક-વે પર 19 વર્ષિય યુવક કે જેનું નામ પ્રથમ વાઘવાણી છે, તે શોર્ટ વીડિયો બનાવતાં બનાવતા જમીન પર ઢળી પડ્યો હતો અને તેના કારણે તે મોતને ભેટ્યો હતો. રહસ્યમય સંજોગોમાં યુવકનુ મોત થવાને કારણે પરિવાર પણ શોકમાં ગરક થઈ ગયો હતો. 19 વર્ષના જુવાન દીકરાના મોત બાદ પરિવારે કહ્યું કે, પ્રથમને ટીકટોક વીડિયો બનાવવાનો ખૂબ શોખ હતો.

પ્રથમના મિત્રોએ કહ્યું હતુ કે, વીડિયોનું શૂટિંગ શરૂ કરતાં જ તે જમીન પર ઢળી પડ્યો હતો. પ્રથમ સાડીના વેપારીનો પુત્ર હતો અને તે શોર્ટ વીડિયો બનાવવાનો શોખીન હતો. તેના મિત્રોએ કહ્યું કે, વીડિયો બનાવવા મોબાઈલ ઓન કરતા પ્રથમ જમીન પર ઢળી પડ્યો અને તેનું રહસ્મય સંજોગોમાં મોત થઇ ગયુ, ઉલ્લેખનીય છે કે તે વીડિયો પ્રથમના જીવનનો છેલ્લો વીડિયો સાબિત થયો હતો. જે વીડિયો પ્રથમ બનાવી રહ્યો હતો, તે તેને ઇન્સ્ટાગ્રામ પર મૂકવાનો હતો. પ્રથમના પિતા અનુસાર, તેમને તેમના દીકરાના મોતની જાણ થતા જ તેમના હોંશ ઉડી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, પ્રથમ મોટાભાઇ, માતા-પિતા અને દાદી સાથે રહેતો અને ઘરમાં તે નાનો હોવાથી બધાનો લાડકો પણ હતો. પ્રથમને ધોરણ 9 બાદ અભ્યાસમાં રૂચિ રહી ન હતી અને તેના કારણે તે તેના પિતા સાથે સાડીના વેપારમાં જોડાઈ ગયો હતો. પ્રથમના એક મિત્રએ જણાવ્યું હતું કે, પ્રથમને ટિકટોક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મુકવાનો ખૂબ શોખ હતો. રવિવારના રોજ તેઓ પ્રથમ સાથે જ હતા.

અણુવ્રત દ્વાર નજીકના કેનાલ વોક-વે પર વીડિયો બનાવવા ગયા હતા. તેણે મોબાઈલમાં વીડિયો માટે શરૂ કર્યો અને પ્રથમને જમીન પર પડતા જોયો, પ્રથમને આવી રીતે પડતા જોઇ તે હેબતાઈ ગયો હતો અને તાત્કાલિક તે પ્રથમ પાસે ગયો તો પ્રથમ બેભાન અવસ્થામાં હતો. ત્યારબાદ ત્યાં જ સામે ઉભેલી PCR વાનની મદદ લેતા 108ને કોલ કરવામાં આવ્યો અને પ્રથમને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યુ હતુ.

Shah Jina