વડોદરા : 19 વર્ષિય યુવતિની હત્યા કરેલી હાલતમાં મળી આવી લાશ, જમણો હાથ પણ કાપીને…

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના ઘણા કિસ્સાઓ સામે આવે છે. છેલ્લા કેટલાક સમયથી સુરતનો ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ ઘણો ચર્ચામાં છે. ત્યારે હાલમાં જ વડોદરામાંથી એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં 19 વર્ષની યુવતીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. યુવતીને મારીને નેશનલ હાઈવે પાસે લેન્ડ ફિલ્ડ સાઈટ પર નાંખી દેવાઈ હતી. વડોદરમાં ઘાતકી હત્યાનો કિસ્સો સામે આવતા જ લોકોમાં રોષ પણ ભભૂકી ઉઠ્યો છે. તરસાલી બાયપાસ પાસે ધનિયાવી રોડ પર 19 વર્ષની તૃષાબેન સોલંકીનો જમણો હાથ કપાયેલી હાલતમાં લાશ મળી આવી છે.

આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ હતી. ઉલ્લેખનીય છે કે મૃતક યુવતિ પોલીસની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી હતી. હત્યારાએ યુવતીનો એક હાથ પણ કાપી નાંખ્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. યુવતીના માથાના અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતા. મૃતક યુવતી મૂળ પંચમહાલના સામલી ગામની રહેવાસી છે. હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

ઘટનાની વિગત તપાસીએ તો, વડોદરાના નેશનલ હાઈવે પર જાંબુવા બ્રિજ પાસે 19 વર્ષીય યુવતિ કે જેનું નામ તૃષા સોલંકી છે અને તેની હત્યા કરાયેલી લાશ નેશનલ હાઈવે નંબર 48 પર લેન્ડ ફીલ્ડ સાઈડ પર ફેંકી દેવાઈ હતી. હાઈવે પર મળેલી લાશથી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલિસ તપાસમાં તૃષા સોલંકીનું આધારકાર્ડ મળી આવ્યુ હતું. તે માણેજામાં મામાના ઘરે રહીને અભ્યાસ કરતી હતી.

યુવતીના મામાએ જણાવ્યુ કે, તૃષા અલકાપુરીની એક એકેડમીમાં કોચિંગ માટે રોજ જતી હતી. તે એક્ટીવા લઈને ટ્યુશન જવા માટે નીકળી હતી. સાંજે જે સમયે ઘરે પરત ફરતી હતી તે સમયે પરત આવી ના હતી. બાદમાં તેની હત્યાની જાણ થઇ હતી. ઉલ્લેખનીય છે કે, પરિવારની એકની એક દીકરી હતી તૃષા સોલંકી.. તેની હત્યાથી પરિવારના માથે દુખોનો પહાડ તૂટી પડ્યો છે. આ ઘટનામાં આશ્ચર્યની વાત તો એ છે કે, હત્યારાએ તૃષાનો એક હાથ કાપી નાંખ્યો હતો. તૃષાનું મોપેડ હાઇવે પર પાર્ક કરાયેલું હતું.

Image source

જયારે તેની હત્યા ત્યાંથી દુર ઝાડીમાં થઇ હતી. આરોપીએ તૃષાના માથા અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા માર્યા હતા. આવા નિશાનો પણ મળી તૃષાની લાશ પરથી મળી આવ્યા છે. મકરપુરા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. યુવતીની લાશ જ્યાંથી મળી હતી ત્યાંથી થોડે દૂર પોલીસને એક ટુ વ્હિલર મળ્યું. આ યુવતીનું જ હોવાની શક્યતાના આધારે પોલીસે નંબરના આધારે માલિકનું નામ અને સરનામું મેળવ્યા. જેના આધારે પોલીસે સરનામા પર તપાસ કરતા યુવતીના મામા હોવાનું જાણવા મળ્યું હતું.

Shah Jina