આ દર્દી માટે ભગવાન બન્યા ડોક્ટર, ઓપરેશન કરીને પેટમાંથી કાઢ્યા 187 સિક્કા, વજન કર્યું તો થયું આટલા કિલો, જુઓ તસવીરો

1-2 અને 5 રૂપિયાના એટલા બધા સિક્કા ગળી ગયો આ માણસ, આખું પેટ ફૂલી ગયું અને ઉલ્ટીઓ થવા લાગી, ડોકટરે ચેક કર્યું તો ઉડી ગયા હોશ, જાણો સમગ્ર મામલો

ડોકટરોને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે, ઘણીવાર ડોકટરો દર્દીનો જીવ બચાવવા માટે આકાશ પાતાળ પણ એક કરી દેતા હોય છે અને પોતાના દર્દીને મોતના મુખમાંથી બહાર લઇ આવતા હોય છે. આવા ઘણા ડોક્ટરોની કહાનીઓ પણ સામે આવે છે અને ત્યારે તેમને વંદન કરવાનું મન થાય છે. ત્યારે હાલ એવી જ એક કહાની સામે આવી છે જેમાં ડોકટરે દર્દીના પેટમાંથી 187 સિક્કા બહાર કાઢી તેનો જીવ બચાવ્યો છે.

આ ઘટના સામે આવી છે કર્ણાટકમાંથી. જ્યાં એક વ્યક્તિ પેટમાં દુખાવો અને ઉલ્ટીની ફરિયાદ લઈને ડોક્ટર પાસે પહોંચ્યો હતો. ડોકટરે તેના અલગ અલગ ટેસ્ટ કરાવ્યા. એન્ડોસ્કોપી પણ કરાવી. ત્યારે માલુમ પડ્યું કે તેના પેટમાં ઘણા બધા સિક્કા છે. જેના બાદ તે વ્યક્તિનું ઓપરેશન કરવામાં આવ્યું અને પેટમાંથી એક, બે અને પાંચ રૂપિયાના અલગ અલગ સિક્કા બહાર કાઢવામાં આવ્યા.

આ વ્યક્તિ કુલ 462 રૂપિયાના 187 નંગ સિક્કા ગળી ગયો હતો. ડોક્ટરોએ જણાવ્યું હતું કે આ વ્યક્તિને સિજોફ્રેનીયા નામની બીમારી છે. વ્યક્તિની ઉંમર 58 વર્ષ છે અને તેનું નામ દયમપ્પા હરિજન છે. તે રાયચુર જિલ્લાના લિંગસુગર શહેરનો રહેવાસી છે. 26 નવેમ્બરના રોજ તેના પેટમાં દુખાવો થતા તેનો દીકરો તેને એસ નિજલિંગપ્પા મેડિકલ કોલેજ સાથે જોડાયેલા HSK હોસ્પિટલ લઈને આવ્યો હતો.

જેના બાદ તેના પેટમાં સિક્કા હોવાની પુષ્ટિ થતા જ તેનું ઓપરેશન કરવામાં આવ્યું અને તેના પેટમાંથી 1.2 કિલોગ્રામ સિક્કા બહાર કાઢવામાં આવ્યા. અહેવાલો પ્રમાણે દયામપ્પાને સજિફ્રેનીયા નામની બીમારી છે અને તેને સિક્કા ગળી જવાની આદત છે. ડોકટરે કહ્યું કે તેમના માટે પણ આ એક ચેલેન્જિંગ કેસ હતો. આ આસાન મામલો નહોતો. પેટ ફુગ્ગાની જેમ ફૂલી ગયું હતું અને પેટમાં અલગ અલગ જગ્યાએ સિક્કા હતા. ઓપરેશન થિયેટરમાં સીઆર દ્વારા જોયું કે સિક્કા ક્યાં ક્યાં છે. તે પોઇન્ટ પરથી સિક્કા કાઢવામાં આવ્યા.

Niraj Patel