ખબર

દેશમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત આટલા જ લાખ કેસ નોંધાયા- જાણીને રાહત થશે

દેશમાં કોરોના વાયરસની મહામારીના નવા કેસ જે નોંધાય છે તેમાં ઘટાડો નોંધાયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2 લાખ 63 હજાર 533 કેસ નોંધાયા છે અને 4329 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, અત્યાર સુધી દેશમાં 2 લાખ 78 હજાર 719 દર્દીઓએ કોરોનાને કારણે તેમના જીવ ગુમાવ્યા છે. તેમજ દેશમાં કોરોનાના કુલ કેસ 2 કરોડ 52 લાખ 28 હજાર 996 પર પહોંચી ગયા છે અને 2 કરોડ 15 લાખ 96 હજાર 512 લોકોએ અત્યાર સુધી કોરોનાને માત આપી છે.

દેશમાં હાલ એક્ટિવ કેસ 33 લાખ 53 હજાર 765 છે. તેમજ અત્યાર સુધીમાં વેક્સિનેશન કાર્યક્રમ અંતગર્ત 18 કરોડ 44 લાખ 53 હજાર 149 લોકોએ વેક્સિન લીધી છે.