ગુજરાતમાં હાર્ટ એટેકથી વધુ એક કિશોરે જીવ ગુમાવ્યો ! જૂનાગઢમાં 17 વર્ષનો છોકરો વાડીએ હતો ત્યારે જ ઢળી પડ્યો, દીકરાના મોતથી પરિવારમાં માતામ

જૂનાગઢમાં 17 વર્ષીય કિશોર વાડીમાં ચાલતા-ચાલતા ઢળી પડ્યો, નાની ઉંમરે હાર્ટએટેકથી મોતની એક જ દિવસમાં બીજી ઘટના

17 Year old Boy Died of a Heart Attack Junagadh  : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. ઘણા લોકોએ હાર્ટ એટેકના કારણે પોતાના જીવન ગુમાવ્યા છે, તેમાં પણ ખાસ કરીને યુવાનો અને હવે તો નાની ઉંમરના બાળકોનો પણ સમાવેશ થાય છે, ગત રોજ પણ રાજકોટમાં એક 14 વર્ષના બાળકનું શાળામાં જ હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું, ત્યારે આજે વધુ એક હાર્ટ એટેકનો મામલો જૂનાગઢમાંથી સામે આવ્યો છે. જ્યાં એક 17 વર્ષના કિશોરને હાર્ટ એટેક આવ્યો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગત રોજ જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકામાં આવેલા ચોરવાડ ગામની અંદર રહેતો 17 વર્ષીય જીજ્ઞેશ વાજા નામનો કિશોર વાડીમાં નારિયેળની લૂમ લેતા સમયે અચાનક ઢળી પડ્યો હતો. આસપાસના લોકોએ જોતા જ ત્યાં પહોંચ્યા હતા અને તેને CPR આપવાનો પણ પ્રયત્ન કર્યો, જેના બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં પણ લઇ જવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન જ જિગ્નેશનું મોત નીપજ્યું હતું.

ચોરવાડ સિવિલ હોસ્પિટલના તબીબ હિતેષભાઇ ધોળીયાના જણાવ્યા અનુસાર જીગ્નેશનું મોત કાર્ડિયેક એરેસ્ટના કારણે થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું. પરિવારના વ્હાલસોયા દીકરાના આમ અકાળે નિધનના કારણે પરિવાર માથે પણ દુઃખોનું આભ તૂટી પડ્યું છે. જીગ્નેશ ચોરડવાડના હોલીડે કેમ્પ નજીક આવેલી નળિયેરીની વાડીમાં કામ કરતો હતો. ગત રોજ સવારે તે નારિયેળ ઉતારવાનું કામ કરી રહ્યો થયો અને નારિયેળ લઈને જતો હતો ત્યારે જ તે ઢળી પડ્યો.

(મૃતક દેવાંશ ભાયાણી)

આમ ગઈકાલે એક જ દિવસમાં બે કિશોરોના મોતના કારણે રાજ્યમાં પણ હાહાકાર મચી ગયો છે. બંને કિશોરના મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું જ સામે આવ્યું છે. રાજકોટ નજીક રીબડામાં સ્વામિનારાયણ ગુરુકુળમાં આજે ગુરુપૂર્ણિમાની ઉજવણી દરમિયાન ધોરણ 10માં અભ્યાસ કરતો ધોરાજીનો મૂળ દેવાંશ ભાયાણી સ્ટેજ પર માઈકનું સ્ટેન્ડ મૂકવા જતો હતો ત્યારે જ અચાનક તે ઢળી પડ્યો. જેના બાદ તેનું પણ મોત થયું હતું.

Niraj Patel