સોનાના ભાવમાં કડાકો! નવો ભાવ જાણીને ખુશ થઇ જશો

કિંમતી ધાતુઓના વેશ્વિક બજારમાં તેજી બાદ દિલ્લી સર્ફા બજારમાં બુધવારે સોનુ 68 રૂપિયાના ઘટાડા સાથે 48529 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઇ ગયુ. મંગળવારે સોનું 48598 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયુ હતુ. જો કે, ચાંદીની કિંમતમાં મામૂલી વધારો જોવા મળ્યો. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

બુધવારે ચાંદીની કિંમત 188 રૂપિયાની તેજી સાથે 71390 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી. છેલ્લા કારોબારી સંત્રમાં 999  શુદ્ધતા વાળી 1 કિલો ચાંદીની કિંમત 71202 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી.

મંગળવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત 1864.50 ડોલર પ્રતિ ઔંસ તથા ચાંદીની કિંમત 27.65 ડોલર પ્રતિ ઔંસ પર ચાલી રહી હતી. ત્યાં મલ્ટી કોમોડિટી એક્સચેંજ એમસીએક્સમાં ઓગસ્ટ મહિનાની ડિલીવરી માટે સોનાની કિંમત 152 રૂપિયા એટલે કે 0.31% તેજી સાથે 48675 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગઇ.

Shah Jina